શકીલ બજરુદ્દીન કુરેશી ગત તા.11 જાન્યુ.એ વલસાડ હાઈવે પર પીકઅપ વાનમાં 283 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25
વલસાડ ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટે ગતરોજ વલસાડ ધમડાચી હાઈવે ઉપર પીકઅપ વાનમાં 283 કિલો ગાંજા સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી ફગાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.11મી જાન્યુઆરીના રોજ વલસાડ રૂરલ પોલીસે હાઈવે ધમડાચી પાસે પીકઅપ ગાડી નં.જીજે 23 સી.બી. 7395ને અટકાવી ચેકીંગમાં ગાડીમાં 283 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી શકીલ બજરુદ્દિન કુરેશીની ધરપકડપોલીસે કરી જેલ ભેગો કર્યો હતો. પોલીસે સેસન્સ કોર્ટમાં ચાર્જસીટ રજૂ કર્યા બાદ આરોપીએ જેલ મુક્ત થવા માટે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. ગતરોજ તા.24 માર્ચે કોર્ટમાં હાથ ધરાયેલ સુનાવણીમાં ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર જજશ્રી પ્રકાશ પટેલએ આરોપી શકીલ કુરેશીની જામીન અરજી નામંજૂર કરી હતી.