January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં નવરાત્રી પર્વમાં ઉકળાટ વચ્‍ચે સાંજે પવનના સૂસવાટા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ગરબામાં રંગમાં ભંગ પડ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: તાલુકામાં છેલ્લા ઘણાં દિવસોથી અસહ્ય ગરમી અનુભવાઈ રહી હતી. આ દરમ્‍યાન આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્‍ચે સુરજદાદા સંતાકૂકડી રમતા હોય તેવી સ્‍થિતી સર્જાઇ હતી. સાંજના સાડા પાંચેક વાગ્‍યા બાદ ઘનઘોર વાદળો છવાતાની સાથે તેજ ગતિના પવન અને ભારે ગાજવીજ સાથે તાલુકાના અંતરિયાળ વિસ્‍તારના માંડવખડક, રૂમલા, ઢોલુંમ્‍બર સહીતના ગામોમાં વરસાદ શરૂ થયા બાદ ચીખલી અને આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અને વરસાદ સાથે વીજળી પણ ડૂલ થઈ જતાં અંધારપટ છવાયો હતો. જોકે સાંજ થી ઘનઘોર વાતાવરણ ને પગલે છ વાગ્‍યામાં જ લાઈટ ચાલુ કરી વાહનો હંકરવાનીચાલોકોને ફરજ પડી હતી.
હાલે તાલુકાના મહત્તમ વિસ્‍તારમાં ડાંગરનો પાક તૈયાર હોય તેવામાં પવનના સૂસવાટા સાથેના આ પાછોતરા વરસાદથી પાક લપેટાઈ જતાં ખેડૂતોને મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ જાય તેવી સ્‍થિતી સર્જાઇ હતી. આ ઊપરાંત ઘણાં ખેડૂતોએ ડાંગરનો કાંપની પણ શરૂ કરી દીધી હોય તેમાં પણ પાક પલળી જતાં મોટાપાયે નુકશાનની ભીતિ સેવાઈ રહી હતી.
ચીખલીમાં નવરાત્રીના બે મોટા આયોજન ઊપરાંત ગામે ગામ મોડી રાત સુધી ગરબાની રમઝટ જામતી હોય તેવામાં પવન સાથેના વરસાદથી કાદવ ની સ્‍થિતિ ઊભી થતાં ખેલૈયાઓના રંગમાં પણ ભંગ પડ્‍યો હતો. અને આયોજકોની પણ દોડધામ વધી જવા પામી હતી. તાલુકામાં ઘણા દિવસ બાદ નોંધપાત્ર વરસાદથી માર્ગો પર થી પાણી વહેતા થઈ ગયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Related posts

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

શુક્રવારે મોટી દમણ ઝરીના બિરસા મુંડા ચોક ખાતે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જયંતિની થનારી ઉજવણી

vartmanpravah

ચીખલી પોલીસે બારોલીયાથી વિદેશી દારૂનો જથ્‍થો ઝડપ્‍યો : 3 વોન્‍ટેડ

vartmanpravah

જિલ્લા પોલીસ વડાના અધ્‍યક્ષતા હેઠળ ઉમરગામ પોલીસ મથકે લોક દરબાર યોજાયો

vartmanpravah

ચીખલી થાલાની ગેરેજમાં ચોરીઃ ચોરટાઓ સીસીટીવી કેમેરોનું ડીવીઆર પણ ચોરી ગયા

vartmanpravah

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

Leave a Comment