October 15, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘના દિવંગત અધ્‍યક્ષ અનિલભાઈ પટેલે શરૂ કરેલા અભિયાનને તેમના ધર્મપત્‍ની અરૂણાબેન પટેલના સહયોગથી રર નવદંપતિઓએ પાડેલા પ્રભૂતામાં પગલાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલીના બિન્‍દ્રાબિન મહાદેવ મંદિર પરિસર ખાતે આદિવાસી સમાજ ઉત્‍કર્ષ સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્‍યુ હતું. સ્‍વર્ગીય શ્રી અનિલભાઈ પટેલ દ્વારા સ્‍થાપિત સંઘ દ્વારા એમના ધર્મપત્‍ની અરુણાબેન પટેલના નેતળત્‍વમાં સમૂહ લગ્નનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા 22 નવદંપતીઓ જોડાયા હતા. બ્રાહ્મણોની ઉપસ્‍થિતિમા વિધિવિધાન સાથે લગ્નનું આયોજન કરવામા આવ્‍યુ હતું. આ સમૂહ લગ્નમાં હિન્‍દુ મુસ્‍લિમ એકતાની મિશાલ પણ જોવા મળ્‍યો હતો અલ્‍તાફ શેખ અને નિશા ગુપ્તાએ પણ લગ્ન કર્યા હતા.
આ સમૂહ લગ્નમાં મુખ્‍ય અતિથિ તરીકે શ્રી રાજકુમાર દહિયા, શ્રી નારણભાઈ ઠક્કર, શ્રી સંજયભાઈ રાઉત, શ્રી સંતુભાઈ પવાર, શ્રી રમેશભાઈ કડુ, શ્રીમુકેશભાઈ પટેલ, પ્રમિલાબેન, દેવેન્‍દ્રભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓના હસ્‍તે નવદંપતીઓને કન્‍યાદાન આપવામા આવ્‍યું હતું.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

ભીલોસા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની અપાયેલ ભેટ: જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે મોક્ષ રથનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

નરોલીમાં એક આદિવાસી યુવકની હત્‍યાથી ચકચાર

vartmanpravah

Leave a Comment