રેડ, ઓરેન્જ અને ગ્રીન કેટેગરી બાદ વાઈટ કેટેગરીનો સમાવેશ કરાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.18: કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે 39 જેટલા વાઈટ કેટેગરીના ઉદ્યોગો રાજ્ય પ્રદૂષણનિયંત્રણ બોર્ડની સીટીઈ (કન્સેન્ટ ટું એસ્લાબીશ) માટેની પૂર્વ મુંજરી લેવાથી મુક્તિ આપી છે. હવેથી ઉદ્યોગ શરૂ કરવા માટે ફક્ત જાણકારી આપવાની રહે છે. તેથી વાપીના કેટલાક ઉદ્યોગો રનીંગ અને નવા સ્થપાનાર ઉદ્યોગોને ફાયદો થશે.
દેશમાં ઉદ્યોગ સ્થાપના પહેલા એર પોલ્યુશન અને વોટર એક્ટ મુજબ સંબંધિત રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી સીટીઈ લેવી ફરજીયાત હતી. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા નવા સુધારામાં 20 પોલ્યુશન ઈન્ડેક્ષ સ્કોર ધરાવતા 39 જેટલા ઉદ્યોગોને કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશ (સીટીઈ) અંગે મુક્તિ આપવામાં આવી છે. ફક્ત જીપીસીબીને ઉદ્યોગ શરૂ કરતા પહેલાં જાણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ઉદ્યોગો માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન ત્રણ કેટેગરી અસ્તિત્વમાં હતી તે પછી પર્યાવરણ મંત્રાલયે ઉદ્યોગોની સમિક્ષા કરી વાઈટ કેટેગરીનો ઉમેરો કર્યો છે. લઘુત્તમ અને બિન પ્રદૂષિત ઉદ્યોગોને વાઈટ કેટેગરીમાં મુક્યા છે. જેમાં એર કુલર, એસી એસેમ્બલી તથા રિપેરીંગ સર્વિસ, સાયકલ બેબીગાડીની એસેમ્બલી, વેસ્ટ પેપર બેલીંગ, ચાનું મિશ્રણ, અને પેકીંગ, ફાઉન્ડી નગરના પ્રિન્ટીંગ બ્લોક, ઈલેક્ટ્રીક લેમ્પ એસેમ્બલી તેમજ ફલાય એસ દ્વારા ઈંટ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.