સલવાવ ગુરુકુળમાં તા.13 નવેમ્બર રવિવારે યોજાનારા સમારોહમાં મોટી સંખ્યામાં ભુદેવ પરિવારો ઉપસ્થિત રહેશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વાપી વિસ્તારમાં વસતા ભુદેવો દ્વારા સ્થાપિત સંચાલિત શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા આગામી રવિવાર તા.13 નવેમ્બરના રોજ પરિવારનો નવા વર્ષથી ઉજવણી અંગે સ્નેહ મિલન સમારોહ યોજાનાર છે. સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળમાં સાંજના 5:00 કલાકે પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાનાર છે.
શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ પ્રમુખ મિતિશભાઈ ત્રિવેદી અને મંત્રી ઘનશ્યામભાઈ પંચોલીના જમાવ્યા અનુસાર નવા વર્ષના સ્નેહ મિલન સમારોહમાં ભાગ લેવા ઈચ્છતા પરિવારોએ તા.10 નવેમ્બર પહેલા મેસેજ, ફોન કે વોટ્સએપથી જણાવવા વિનંતી કરાઈ છે. તેથી બ્રહ્મ ભોજન માટે સંખ્યા આયોજન માટે જાણી શકાય. કાર્યક્રમમાં ઉતરતા કલાકારો, ગીત, ભજન, સ્તૃતિ અને વાદ્ય કે અન્ય કોઈ કૃતિ કરતા રજૂ કરવા માટેનું આયોજન છે તેથી નામ, ઉંમર, સમય મર્યાદા અંગે તા.10 પહેલાં જણાવી ખાતરી કરી લેવાની વિનંતી કરાઈ છે. કાર્યક્રમમાં કોરોના નિયમોનું પાલન કરવાનું રહેશે.