January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભા ચૂંટણી-2024ની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 12.27 લાખની જપ્ત કરેલી રોકડ

દમણ ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા સઘન ચેકિંગ દરમિયાન 22 માર્ચના રોજ દમણના કડૈયા નજીક એક કારમાંથી રૂા.4.48 લાખ, 24 માર્ચે વડચૌકી પાસે કારમાંથી રૂા.6.78 લાખ અને 28મી માર્ચે કચીગામ ચેકપોસ્‍ટ ઉપરથી કારમાંથી રૂા.1 લાખ જપ્ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29 : ભારતના ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી-2024નો સંપૂર્ણ કાર્યક્રમ ગત 16મી માર્ચના રોજ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અનેપ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચાસંહિતાનો અમલ પણ શરૂ કરી દેવાયો છે. જેની કડીમાં આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ ચૂંટણી વિભાગ દ્વારા મુક્‍ત, ન્‍યાયી, પારદર્શક, તટસ્‍થ અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા વિવિધ દેખરેખ સમિતિઓનું ગઠન કરવા સહિત સમગ્ર સંઘપ્રદેશમાં વિવિધ સ્‍થળોએ ફલાઈંગ સ્‍કવોર્ડની તૈનાતી પણ કરી દેવામાં આવી છે.
જેની કડીમાં સંઘપ્રદેશમાં ગુજરાત-મહારાષ્‍ટ્રને જોડતી તમામ બોર્ડરો સહિત વિવિધ સ્‍થળોએ ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન 22 માર્ચના રોજ દમણના કડૈયા નજીક એક કારમાંથી રૂા.4.48 લાખ, 24 માર્ચે વડચૌકી પાસેથી કારમાંથી રૂા.6.78 લાખ અને 28મી માર્ચના ગુરૂવારે કચીગામ ચેકપોસ્‍ટ ઉપરથી ફલાઈંગ સ્‍કવોર્ડની ટીમને કારમાંથી લગભગ રૂા.1 લાખ મળી આવતાં તમામ રકમ જપ્ત કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચૂંટણી અધિકારીઓ દ્વારા અત્‍યાર સુધી લગભગ 12.27 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. દમણ જિલ્લા પ્રશાસને આ કેસમાં કડક પગલું ભરતાં આરોપીઓ વિરૂદ્ધ યોગ્‍ય કાર્યવાહી માટે ફરિયાદ નોંધી આગળનીકાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આદર્શ આચારસંહિતા દરમિયાન સમગ્ર જિલ્લામાં 50 હજાર રૂપિયા કરતા વધુની રકમ તથા 10 હજાર રૂપિયાની કિંમતનો નવો સામાન લઈને જવાની પરવાનગી આપવામાં આવેલ નથી, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવેલ છે કે, તેઓ ચૂંટણી સમયે આદર્શ આચારસંહિતા દરમિયાન નિર્ધારિત નિયમોનું પાલન કરે અને પોતાની પ્રવૃત્તિઓને કાયદાકીય રીતે સંચાલિત કરે.
અત્રે યાદ રહે કે, જિલ્લા પ્રશાસન દ્વારા આ પ્રકારની કાર્યવાહી નિષ્‍પક્ષ, મુક્‍ત, ન્‍યાયી, તટસ્‍થ અને પારદર્શક ચૂંટણી સંપન્ન કરવા માટે કરવામાં આવતી હોય છે, જેથી નિર્ધારિત નિયમોનું કોઈપણ ઉલ્લંઘન કરી શકે નહીં.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના પરિવહન વિભાગ દ્વારા દમણની એન્‍જિનિયરીંગ કોલેજમાં ઓટોરીક્ષા-ટેક્ષી ડ્રાઈવરો સાથે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

સમગ્ર સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવની મિશાલ બનેલા ભાજપ લઘુમતી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ શૌકતભાઈ મિઠાણી

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

Leave a Comment