September 21, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમગ્ર શિક્ષા દાનહ દ્વારા દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને ઉપકરણનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના સમગ્ર શિક્ષા દ્વારા શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ, શિક્ષણ નિર્દેશક અને રાજ્‍ય પરિયોજના નિર્દેશક શ્રી જતિન ગોયલના માર્ગદર્શનમાં સમાવેશી શિક્ષા અંતર્ગત દિવ્‍યાંગ વિદ્યાર્થીઓના માટે જરૂરી ઉપકરણ વિતરણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો. જેમાં દાનહની ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ બાળકોની વિશેષ શાળાના અંદાજીત 91 જેટલા દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને ઉપકરણ વિતરણ કરવામાં આવ્‍યા હતા. આ કાર્યક્રમમાં વ્‍હીલચેર, સી.પી.ખુરશી, હીયરીંગ એડ, ઘોડી, રોલેટોર, એમ.આર.કીટ જેવા ઉપકરણ દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યા હતા. આ અવસરે સહાયક રાજ્‍ય પરિયોજના નિર્દેશક – સમગ્ર શિક્ષા શ્રી પરિતોષ શુક્‍લા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બળવંત પાટીલ, શ્રી રાજેન્‍દ્ર મોહિલે અને શિક્ષણ અધિકારી શ્રી અનિલ ભોયા, શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણના સમુદ્ર કિનારાની સ્‍વચ્‍છતા માટેનું અભિયાન બન્‍યું જન આંદોલન

vartmanpravah

પારડીના સુખેશ ખાતે બાઇક અને કાર સામ સામે અથડાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

રાજ્‍યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્‍યક્ષસ્‍થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

vartmanpravah

દિવાળી વેકેશનને લઈને ટ્રાફિક સંદર્ભે એસપીએ હોટલ એસોસિએશન સાથે યોજી બેઠક

vartmanpravah

ગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવી

vartmanpravah

Leave a Comment