Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશનવસારીસેલવાસ

પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના જન્‍મદિનના ઉપલક્ષમાં દમણ પ્રિમીયર લીગ સિઝન-રનો આરંભ

સંઘપ્રદેશ ભાજપ સંગઠન મંત્રી વિવેક દાઢકર અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજે નાની દમણ દાભેલના નેતાજી સુભાષચંદ્ર ગ્રાઉન્‍ડ ખાતે પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈપટેલના સન્‍માનમાં તેમના જન્‍મદિન નિમિત્તે દમણ પ્રિમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ડીપીએલની બીજી સિઝન છે.
પ્રારંભમાં પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી શ્રી વિવેક દાઢકર અને ઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન જિજ્ઞેશભાઈ પટેલે પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલ, કોળી પટેલ સમાજના તત્‍કાલિન પ્રમુખ સ્‍વ. મોહનભાઈ પટેલ અને ગામના સેવાભાવી સ્‍વ. રામુભાઈ પટેલની તસવીર સમક્ષ પુષ્‍પાંજલિ કરી કાર્યક્રમનો આરંભ કરાવ્‍યો હતો.
આ પ્રસંગે ઘેલવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલે જણાવ્‍યું હતું કે, સ્‍વ. ડાહ્યાભાઈ પટેલ રમતગમતને ખુબ જ પ્રોત્‍સાહન આપતા હતા અને તેમની હયાતીમાં ગયા વર્ષે પ્રથમ ડીપીએલનું પણ આયોજન કરાયું હતું. આજે તેમના જન્‍મ દિન નિમિત્તે ડીપીએલ યોજી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો હોવાનુ જણાવ્‍યું હતું.
ડીપીએલમાં કુલ 10 ટીમ ભાગ લઈ રહી છે. આ ડીપીએલમાં યુવા નેતા શ્રી જિજ્ઞેશભાઈ પટેલ, યુવા નેતા અને સાંસદ શ્રી લાલુભાઈ પટેલના પુત્ર શ્રી ગૌરાંગ પટેલ તથા દાભેલના યુવા નેતા શ્રી હરીશભાઈ પટેલ સહિતની ટીમો પણ ભાગ લઈ રહી છે.
આજના ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપ સચિવ અને ટૂર્નામેન્‍ટના આયોજક શ્રી જિજ્ઞેશભાઈ પટેલ, દમણ જિ.પં.પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, યુવા નેતા શ્રી ગૌરાંગભાઈ પટેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલ, જિ.પં.સભ્‍યો શ્રીમતી રીનાબેન પટેલ, શ્રીમતી વર્ષિકાબેન પટેલ, શ્રીમતી સિંપલબેન પટેલ, શ્રીમતી સુનિતાબેન હળપતિ તથા ડો. ભૂપેન્‍દ્ર પટેલ અને સરપંચોમાં દાભેલના સરપંચ શ્રીમતી હેમાક્ષીબેન પટેલ , આટિયાવાડના શ્રી અમિતભાઈ પટેલ, સોમનાથના સરપંચ શ્રીમતી ચૈતાલીબેન કામલી, ડીઆઈએ પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, દમણ મુસ્‍લિમ એસોસિએશન પ્રમુખ શ્રી ખુર્શીદ માંજરા, દાભેલના આગેવાન શ્રી ગુલાબભાઈ પટેલ, ઉદ્યોગપતિ શ્રી બાબુલાલ શર્મા, શ્રી સત્‍યેન્‍દ્રકુમાર, શ્રી છોટુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારીમાં હવે ફરી સંભળાશે સિંહ-સિંહણની દહાડઃ 6ઠ્ઠી જાન્‍યુ.થી પ્રવાસીઓને મળશે લ્‍હાવો

vartmanpravah

ચીખલી પંથકમાં વધી રહેલો રખડતા ઢોરોનો ત્રાસઃ વહીવટીતંત્ર સક્રિય થાય તે જરૂરી

vartmanpravah

નાની દમણ દુણેઠા જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6માં પ્રવેશ જોગ: તા. 30મી એપ્રિલ, ર0રરના રોજ પ્રવેશ પરીક્ષા યોજાશે

vartmanpravah

વાપી આનંદનગર-છરવાડા અંડરબ્રિજની ચાલતી કામગીરીને લઈ નિરંતર ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

વલસાડ સેશન્‍સ કોર્ટે 283 કિલો ગાંજા સાથે ઝડપાયેલા આરોપી શકીલ કુરેશીની જામીન અરજી ફગાવી

vartmanpravah

Leave a Comment