June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પંથકમાં વધી રહેલો રખડતા ઢોરોનો ત્રાસઃ વહીવટીતંત્ર સક્રિય થાય તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધવા પામતા સામાન્‍ય પ્રજામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્‍યારે સ્‍થાનિક વહીવટી તંત્ર આ બાબતે સક્રિય થાય તે જરૂરી છે.
ચીખલી પંથકમાં સંખ્‍યાબંધ વિસ્‍તારોમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરો જેમાં બળદો અને સાંઢનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી જતાં સામાન્‍ય પ્રજા અને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીખલીના મેઈન બજાર, વાણીયાવાડ, ખત્રીવાડ, જુના બસ સ્‍ટેન્‍ડ તેમજ શાકભાજી માર્કેટ વિસ્‍તાર,ચીખલી-જુના વલસાડ રોડ, ચીખલી ચાર રસ્‍તા વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના ટોળેટોળા જાહેર માર્ગો ઉપર દોડતા હોય તેમજ કેટલીક વાર જાહેર માર્ગો ઉપર જ આખલાઓ વચ્‍ચે યુદ્ધો થતા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોએ પણ નાસભાગ કરવાની નોબત આવતી હોય છે. ચીખલી જુના વલસાડ રોડ સ્‍થિત દેવ કોમ્‍પ્‍યુટર પાસે મંગળવારની સાંજના સમયે આખલાઓ યુદ્ધે ચડતા એક સમયે ભાગદોડ મચી જવા પામી હતી. આ આખલા યુદ્ધમાં એક મોટર સાયકલ ને અડફતે લેતા નુકશાન થવા પામ્‍યું હતું. ઘણા લાંબા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરો ગમે ત્‍યારે બાખડી પડી રસ્‍તાઓ ઉપર દોડાદોડી કરતા જાહેર રસ્‍તાઓ ઉપર ભાગદોડ મચી જવા પામી છે.
ત્‍યારે નિર્દોષ રાહદારીઓને અડફતે લેતા આવા આખલાઓને જેર કરવાની તાતી જરૂર છે. ચીખલી પંથકમાં તેમજ આજુબાજુના વિસ્‍તારમાં આખલા યુદ્ધ બાબતે કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈ નિર્દોષ મોતને ભેટે એ પહેલાં સ્‍થાનિક વહીવટી તંત્ર સજાગતા દાખવે તે જરૂરી બન્‍યું છે.

Related posts

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર બે ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામઃ કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યો છે

vartmanpravah

વાઘછીપામાં થયેલ લૂંટ અને ખૂનની કોશિશના આરોપીઓ ઝબ્‍બે

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

vartmanpravah

ડુંગરી સરપંચ રાજેન્‍દ્ર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્‍ત

vartmanpravah

Leave a Comment