-
ગોવાથી 2015 બેચના આઈએસ અધિકારી અંકિતા આનંદ અને મેકાલા ચૈતન્ય પ્રસાદનું થનારૂ આગમન
-
સંઘપ્રદેશના આઈપીએસ અધિકારી શરદ દરાડેની અરુણાચલ પ્રદેશ બદલી, તેમના સ્થાને 2015 બેચના આઈપીએસ અધિકારી ફુલજેલે પિયુષ નિરાકર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.રર
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલીના જારી કરેલા આદેશમાં આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટ્રાન્સપોર્ટ સચિવ તરીકે ફરજ બજાવી રહેલા ર011 બેચના આઈએસ અધિકારી શ્રી દાનિસ અસરફ અને સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈનની દિલ્હી બદલીના આદેશ જારી કરાયા છે.
દાનહ અને દમણ-દીવમાં કાર્યરત 2013 બેચના આઈપીએસ અધિકારી શ્રી શરદ ભાસ્કર દરાડેની અરુણાચલ પ્રદેશ બદલી કરાઈ છે.
2015 બેચના આઈએસ અધિકારી સુશ્રી અંકિતા આનંદ અને મેકાલા ચૈતન્ય પ્રસાદની ગોવાથી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવ માટે બદલી કરાઈ છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશમાં શિક્ષણના સુધારા માટે શિક્ષણ સચિવ તરીકે શ્રીમતી પૂજા જૈને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની બદલીનો આદેશ ગૃહ મંત્રાલય દ્વારા થયા બાદ હવે સંઘપ્રદેશ પ્રશાસન તેમને રીલીવ કરી તેમના સ્થાને અન્ય અધિકારીઓની નિયુક્તિ કરી શકે છે.