હાઈવે અંડરબ્રિજની કામગીરી પુર્ણતાના આરે,
જલદી કાર્યરત કરવાની પ્રબળ માંગ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વાપી છરવાડા ગામ તરફથી આનંદનગર આસોપાલવ જતા રસ્તા ઉપર હાલમાં હાઈવે અંડરપાસની કામગીરી ચાલી રહી છે. પરંતુ જ્યારથી આ કામગીરી શરૂ થઈ છે ત્યારથી હાઈવેના બન્ને તરફના ડાઈવર્ઝનોને લીધે માથાના દુઃખાવા સમાન ટ્રાફિક સવાર સાંજ રહે છે. તેથી વાહન ચાલકોના કલાકો બગડી રહ્યા છે તેમજ કિંમતી ઈંધણનો પણ ધુવાડો થઈ રહ્યો છે.
છરવાડા રોડથી વાપી તરફ જવા માટેજોડતા રોડ વચ્ચે હાઈવે આવતો હોવાથી લોકો જીવના જોખમે હાઈવે ક્રોસ કરી રહ્યા હતા. તેથી અનેકવાર જીવલેણ અકસ્માતો પણ બની રહ્યા હતા તેથી હાઈવે અંડરબ્રિજની માંગ ઉઠી હતી. ઉઠી હતી તેથી ધારાસભ્ય અને નાણામંત્રીના પ્રયાસો થકી આ અંડરબ્રિજ મંજૂર કરાવાયેલ અને નવિન અંડરબ્રિજની કામગીરી છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહી છે. હાલમાં કામગીરી પૂર્ણતાના આરે છે. કામગીરી દરમિયાન હાઈવેને બન્ને તરફ ડાઈવર્ઝન અપાયેલ છે. તેથી સ્થાનિક વાહનો અને હાઈવેના વાહનો સર્વિસ રોડ ઉપર આખો દિવસ ટ્રાફિક જામ સર્જે છે. ક્યારેક કલાકો સુધી સમસ્યા રહે છે. પેપીલોન ચોકડીથી બલીઠા પુલ અને બલીઠા પુલથી વૈશાલી ચોકડી સુધી ટ્રાફિક સર્જાતો રહે છે. હવે કામગીરી પૂર્ણ થઈ છે તો સ્થિતિ પૂર્વવત કરવાની માંગ ઉઠી છે.