Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ ભાજપે મનાવેલો વિજયોત્‍સવ : દમણ-સેલવાસમાં ભાજપે કાઢેલી રેલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજે ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતને વધાવવા દમણ ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલયથી રાજીવ ગાંધી સેતુ સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા) સહિત મોટી સંખ્‍યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે નિકળેલી રેલીમાં સેંકડો લોકો પણ જોડાયા હતા. આ રેલીમાં દમણ જિ.પં.ના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ ન.પા. ના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍યો, કાઉન્‍સિલરો, સરપંચો સહિત પક્ષના વિવિધ હોદ્દેદારો પણ જોડાયા હતા.
દાદરા નગર હવેલી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં ચાર રાજ્‍યમાં મળેલી પ્રચંડ જીતને વધાવી સેલવાસ અટલ ભવનથી ઝંડાચોક અને કિલવણી નાકા સુધી રેલી કાઢવામાં આવી હતી. ઠેર ઠેર ફટાકડા ફોડી, મીઠાઈઓ વહેંચી ખુશી વ્‍યક્‍ત કરવામાં આવી હતી.
સેલવાસ ખાતેના કાર્યક્રમમાં સેલવાસ જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, શહેર પ્રમુખ શ્રી આશિષ ઠક્કર, શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર, મહિલા મોરચાના ઉપ પ્રમુખ શ્રીમતી પ્રમિલા ઉપાધ્‍યાય સહિત ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

vartmanpravah

વાપી કે.બી.એસ કોલેજમાં યુથ 20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

20 પોલ્‍યુશન ઈન્‍ડેક્ષ સ્‍કોર ધરાવતા વાઈટ ઉદ્યોગોને સીટીઈમાંથી મુક્‍તિ : વાપીના કેટલાક ઉદ્યોગોને ફાયદો થશે

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ડેન્‍ગ્‍યુને ફેલાતો અટકાવવા ફોગિંગ શરૂ કરાયું

vartmanpravah

Leave a Comment