Vartman Pravah
ગુજરાતવલસાડવાપી

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

વલસાડઃ તા. ૨૪: રાજ્‍યમાં નાગરિકોના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અસરકારક અને ન્‍યાયિક રીતે હલ થાય તે માટે રાજ્‍ય સરકાર દ્વારા જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્‍યો છે. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાનો જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ કલેક્‍ટર કચેરી, વલસાડના સભાખંડ ખાતે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વલસાડ તાલુકાના ૯, ધરમપુર તાલુકાના ૩ અને ઉમરગામ તાલુકાના એક મળી કુલ ૧૩ અરજદારોએ હાજર રહી પોતાના પ્રશ્‍નોની રજૂઆત કરી હતી. જે પૈકી ધરમપુર અને ઉમરગામ તાલુકાના તમામ ૪ અને વલસાડ તાલુકાના ૭ અરજદારો પ્રશ્‍નોનો નિકાલ કરાયો હતો, જ્‍યારે વલસાડ તાલુકાના બે અરજદારોના પ્રશ્‍નો પેન્‍ડિંગ રહેવા પામ્‍યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ અને અરજદારો હાજર રહયા હતા.

Related posts

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

ઉમરગામ પાલિકાના કર્મચારીઓને હડતાલના પગલે પ્રજાને વેઠવા પડી રહેલી ભારે મુશ્‍કેલી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ પારનેરા કોમ્‍પલેક્ષમાં લાગેલી આગમાં બે મોત: મણીબા કોમ્‍પલેક્ષને નોટિસ ફટકારાઈ

vartmanpravah

Leave a Comment