વલસાડઃ તા. ૨૪: રાજ્યમાં નાગરિકોના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી, વલસાડના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં વલસાડ તાલુકાના ૯, ધરમપુર તાલુકાના ૩ અને ઉમરગામ તાલુકાના એક મળી કુલ ૧૩ અરજદારોએ હાજર રહી પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જે પૈકી ધરમપુર અને ઉમરગામ તાલુકાના તમામ ૪ અને વલસાડ તાલુકાના ૭ અરજદારો પ્રશ્નોનો નિકાલ કરાયો હતો, જ્યારે વલસાડ તાલુકાના બે અરજદારોના પ્રશ્નો પેન્ડિંગ રહેવા પામ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂત સહિત અમલીકરણ અધિકારીઓ અને અરજદારો હાજર રહયા હતા.
Previous post