વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક , વલસાડ, તા.24
વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા મેરેજ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, ધરમપુર દ્વારા તા.૨૩/૦૩/૨૨ શહીદ દિન નિમિત્તે આયોજિત મહા રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. રક્તની વર્તાઈ રહેલી અછતને લઈ રક્તદાન કેન્દ્રોને સહયોગ આપવા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા દાતાઓની મદદથી બ્લુટુથ હેડફોન, ટી શર્ટ, પાણીની બોટલ, ચશ્મા જેવી ભેટ આપવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં લકી ડ્રો નું પણ આયોજન કરાયું હતું. જેમાં તેજસભાઈ માકડીયા વિજેતા થયા હતા. રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે રેનીશકુમાર મકવાણા, દેવલ રાંચ અને સંઘના જિલ્લા સેવા પ્રમુખ મનસુખભાઇ વાવડીયા તેમજ આર.એસ.એસ.ના સ્વંયસેવકોએ જહેમત ઉઠાવી હતી.