(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.19: નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અરજદારોના પ્રશ્નોના પોતાની જવાબદારી સમજી હકારાત્મક રીતે સમયમર્યાદામાં નિકાલ કરવા અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ સરકારશ્રીની તમામ યોજનાના લાભાર્થીઓને સમયસર લાભ મળે તે માટે સબંધિત અધિકારીઓને ખાસ તાકિદ કરી હતી.
આ બેઠકમાંનિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતાં.