October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

વલસાડઃ તા.૨૪: વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.૨૯/૩/૨૦૨૨ના રોજ સાંજે ૫-૦૦ કલાકે જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે મળશે. આ બેઠકમાં જિલ્લાના ધોરીમાર્ગો-ડુંગરાળ વિસ્‍તારમાં માર્ગ સલામતી પુલોની સલામતી જાળવા જરૂરી ચકાસણી અને સુધારણા, ધોરીમાર્ગો નજીક આવેલા તળાવ કેનાલ કિનારે બેરીકેટિંગ, નવા બની રહેલા માર્ગો ઉપર વર્કઝોન ટ્રાફિક મેનેજમેન્‍ટ પ્‍લાન, અકસ્‍માતો નિવારવા રસ્‍તાની મધ્‍યભાગે બિનઅધિકૃત ગેપ બંધ ધરાવવા, ટ્રાફિકના નિયમોનું અમલીકરણ, મુસાફરો/ શાળાના બાળકોનું ક્ષમતા કરતાં વધુ પરિવહન સંદર્ભે થયેલી કામગીરી, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને વાહનોના ઓવરસ્‍પીડિંગ ઉપર નિયંત્રણ, માલવાહક ભારે વાહનોમાં મુસાફરો દ્વારા ગેરકાયદેસર મુસાફરી ઉપર નિયંત્રણ, અકસ્‍માતની સંભાવના ધરાવતા માર્ગો, વિસ્‍તારો તથા બ્‍લેક સ્‍પોટ નજીક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સની આરોગ્‍ય વિભાગે કરેલી વ્‍યવસ્‍થા, જિલ્લામાં ઉપલબ્‍ધ ૧૦૮ અને ખાનગી એમ્‍બ્‍યુલન્‍સનું મેપિંગ, અકસ્‍માતોના ફર્સ્‍ટ રીસ્‍પોન્‍ડન્‍ટ તથા ગુડ સેમરીટન લો વિશેની જાણકારી તથા હાથ ધરવાની થતી કામગીરી, શાળા/ કોલેજો દ્વારા માર્ગ સલામતી અંગે કરેલી જાગૃતિના કાર્યક્રમો, સોશિયલ મીડિયા માધ્‍યમ મારફતે લોકજાગૃતિ તેમજ માર્ગ સલામતી અંગે જાહેર પ્રતિનિધિ કે જનતા તરફથી મળેલી રજૂઆતોની ચર્ચા અને યોગ્‍ય કાર્યવાહી વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને ઉપસ્‍થિત રહેવા પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah

વાપીના ગાંધીવાદી અગ્રણી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક

vartmanpravah

Leave a Comment