October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડસેલવાસ

માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીના માંદોની-સિંદોની રોડ પર બાઈક ચાલકે એક નાના બાળકને અડફેટમાં લઈ અકસ્‍માત સર્જ્‍યો હતો. આ ઘટનામાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ગંભીર અકસ્‍માત સર્જનાર બાઈકચાલક વિરૂદ્ધ ખાનવેલ પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આજે ખાનવેલ પોલીસે બાઈકચાલકને સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટમાં રજૂ કરતા સિવિલ જજ અને ચીફ જ્‍યુડિયલ મેજીસ્‍ટ્રેટશ્રીએ જીવલેણ અકસ્‍માત સર્જનાર યુવાનને એક વર્ષની કેદ અને રૂા.7000ના દંડની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર જમસુ દાવજી વરઠા (ઉ.વ.30) રહેવાસી-રુદાના(દાનહ) જે તા.24/01/2020ના રોજ માંદોની-સિંદોની રોડ પરથી પોતાની બાઈક લઈને પૂરઝડપે પસાર થઈ રહ્યો હતો. તે સમયે વિવેક નામનું બાળક (ઉંમર 7 વર્ષ)ને ટક્કર મારી હતી. આ અકસ્‍માતમાં બાળકને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર રીતેઈજાગ્રસ્‍ત બાળકનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. આ ઘટના અંગેની ફરિયાદ ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ હતી. ત્‍યારબાદ પોલીસે અકસ્‍માત સર્જનાર યુવાન જમસુ વરઠાને સેલવાસની જિલ્લા કોર્ટમાં હાજર કર્યો હતો.
સરકારી વકીલ પ્રવીણભાઈ પટેલની ધારદાર દલીલને ધ્‍યાનમાં લઈ ડિસ્‍ટ્રીક્‍ટ સિવિલ જજ અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી એ.એ.ભોસલેએ ચુકાદો આપતાં આરોપી જમસુ વરઠાને એક વર્ષની સખત કેદ અને રૂા.7000 રોકડના દંડની સજા ફટકારી હતી.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

vartmanpravah

ઉદયમાન સૂર્યને અર્ઘ્‍ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્‍થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ

vartmanpravah

સેલવાસ ભાજપાયુમોના અધ્‍યક્ષ વિશ્વરાજસિંહ દોડિયાએ થ્રીડીમાં હાયર એજ્‍યુકેશનની ઓર વધુ કોલેજો શરૂકરવા કરેલી રજૂઆત

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

વાપી વી.આઈ.એ.ના બંધારણમાં અચાનક સુધારો કરવા તા.30 માર્ચના રોજ ખાસ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

વલસાડના સરકારી પુસ્‍તકાલય ખાતે પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment