Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ મસાટની એક કંપનીમાં કામ કરતા યુવાને રખોલી પુલ પરથી કુદી આત્‍મહત્‍યાનો કરેલો પ્રયાસઃ બ્રિજ ઉપર બંને બાજુ લોખંડની જાળી લગાવવાની માંગ તંત્રના કાને સંભળાતી નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ, તા.27
દાદરા નગર હવેલીના મસાટ ગામે એક કંપનીમાં કામ કરતા યુવાને ઘરેથી બાઇક લઈને નીકળી રખોલી દમણગંગા નદીના પુલ પરથી નીચે ઝંપલાવી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. સંજોગોવસાત ખડક ઉપર પડતા હાથ-પગમાં ફ્રેકચર થયા હતા. જે હાલમાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગણેશ ત્રિમ્‍બક મોકાશી (ઉ.વ.20) રહેવાસી ખિડસે, વાલવડે, જવાહર થાણે જે મસાટની એક કંપનીમાં નોકરી કરતો અને કંપનીમાં જ એક છોકરી સાથે પ્રેમમાં પડેલ જેણે એના મોબાઈલ સ્‍ટેટ્‍સ પર ‘હું જેને ચાહતો હતો એણે મને દગો આપતા હું મરવા જઈ રહ્યો છું ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ’ યુવાન બાઇક લઈને રખોલી દમણગંગા નદીના બ્રીજ પર આવી બાઇકને સાઈડ પર મૂકી નદીમાં કુદી પડયો પરંતુ આ યુવાન પાણીમાં પડવાની જગ્‍યાએ ખડક ઉપર જ પડતા હાથ-પગમાં ગંભીર ફ્રેક્‍ચર થયું હતું. યુવાનને કૂદતો જોઈ આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. રખોલી પોલીસની ટીમ આવી ખડક ઉપર પડેલ યુવાનને ચેક કરતા તે અર્ધબેભાન અવસ્‍થામાં હતો અને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેને 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યો હતો. યુવાનના પરિવારને જાણ થતાંતેઓ પણ સિવિલ હોસ્‍પિટલમાં આવીપહોચ્‍યા હતા.
અત્રે યાદ રહે કે, ગત અઠવાડિયામાં પણ બે યુવાનોએ રખોલી પુલ પરથી કૂદીને આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક યુવાને જીવ પણ ગુમાવ્‍યો છે. આ બ્રિજ ઉપરથી આત્‍મહત્‍યાના પ્રયાસોને રોકવા માટે લોકો તથા કેટલાક નેતાઓ દ્વારા આગેવાનો દ્વારા દમણગંગા નદીના રખોલી, નરોલી અને અથાલ બ્રિજ પર લોખંડની મજબૂત જાળી લગાવવા માટે માંગો કરવામાં આવી રહી છે પરંતુ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈપણ પ્રયાસ સુધ્‍ધાં કરાયો નથી એવી ચર્ચાઓ થઈ રહી છે.

Related posts

સેવા ફાઉન્‍ડેશન દ્વારા યુનાની ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ રમત વિભાગ દ્વારા ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ નિમિતે વિવિધ રમતો યોજાઈ

vartmanpravah

ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજે ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્‍યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

Leave a Comment