September 7, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી બેંક ઓફ બરોડામાં મહિલાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા

શુક્રવારે પૈસા ઉપડી જતાં ખાતેદાર મહિલા ભાવિનીબેન પટેલે પારડી પોલીસમાં નોંધાવેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
પારડી બેંક ઓફ બરોડામાં એક મહિલાના ખાતામાંથી રપ હજાર કોઈ અજાણ્‍યા ઈસમે ઉપાડી લેતા પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
પરિયા પારસીફળિયામાં રહેતા ભાવિનીબેન રમેશભાઈ પટેલનું એટીએમ કાર્ડ તેમની પાસે હોવા છતાં રાત્રે 11 વાગ્‍યે તેમના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રપ હજાર ઉપડી ગયા હતા. પ્રથમ 1પ હજાર બાદમાં 1 હજાર પછી 9 હજાર મળી કુલ રપ હજાર ઉપડી જતા તેમણે પોલીસ સ્‍ટેશનમાં અજાણ્‍યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

ઉમરગામ પાલિકાના સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત આગળ વધતું સફાઈ અભિયાન

vartmanpravah

વાપી શામળાજી 22.5 કરોડના ખર્ચે બનેલા રોડમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ

vartmanpravah

સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્‍તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્‍યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા

vartmanpravah

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment