(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.22: ખારેલ પાસે નેશનલ હાઇવેને જોડતા ટાંકલ-રાનકુવા-રૂમલા માર્ગ કે જે મહારાષ્ટ્ર રાજ્યને પણ જોડતો હોય વાહન વ્યવહારથી સતત ધમધમતો હોય છે અને આ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ જોતા ધારાસભ્ય નરેશભાઈ પટેલની સરકારમાં સતત રજૂઆત વચ્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા ખારેલ ટાંકલ 7.20 કિલોમીટરના માર્ગની હાલની 10-મીટરની પહોળાઈ છે. તેને વધારી ફોરલેન કરવા માટે રૂ.30.10 કરોડની ગ્રાંટ મંજુર કરવામાં આવી છે. આ ફોરલેનની કામગીરીમાં આવતા બોક્ષ કલ્વર્ટ સહિતના સ્ટ્રકચરોની પણ પહોળાઈ વધારી ટ્રાફિક આઇલેન્ડનો પણ વિકાસ કરવામાં આવશે.
ખારેલમાં હાલે આ માર્ગની રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે તો કનેક્ટિવિટી છે જે પરંતુ ભવિષ્યમાં નિર્માણધીન વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે સાથે પણ કનેક્ટિવિટી આપવાની શકયતા હોય આવનાર સમયમાં આ માર્ગ લોકો માટે ખૂબ જ મહત્વનો પુરવાર થશે તેવામાં આ માર્ગ હાલે ફોરલેન થવાનો હોય તેવામાં આ પ્રકારના આગોતરા આયોજનના ભાગરૂપે ધારાસભ્ય દ્વારા ફોરલેનના નિર્માણ માટેની જરૂરી ગ્રાન્ટ મંજૂર કરાવવામાં આવતા સ્થાનિકો આભાર સાથે આનંદનીલાગણી વ્યક્ત કરી રહ્યા છે.
એપીએમસીના વાઈસ ચેરમેન જે.ડી.પટેલ ના જણાવ્યાનુસાર અમારા ટાંકલ ગામ પાસે એક તરફ નેશનલ હાઇવે બીજી તરફ સાપુતારા અને ધરમપુર થઈ મહારાષ્ટ્રને તો ત્રીજી તરફ મહુવા તાલુકાને જોડતો હોય આ માર્ગને ફોરલેન કરવાની માંગ ઘણા સમયથી હતી. જેને ધારાસભ્ય નરેશભાઈ પટેલે પ્રાધાન્ય આપી મંજુર કરાવાતા લોકોને મોટી રાહત થશે.
