ફ્રાન્સિસ સ્કૂલની વિદ્યાર્થીની મનીષા સુથારે 99.97 પી.આર. મેળવ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: તાજેતરમાં સી.બી.એસ.સી. બોર્ડ ધો.10 અને ધો.12ની સામાન્ય પરિક્ષાનું પરિણામ જાહેર થયું હતું. જેમાં વાપીની તમામ સી.બી.એસ.ઈ.ની સ્કૂલોનું પરિણામ 100 ટકા આવ્યું છે.
વાપી જ્ઞાનધામ સ્કૂલ ધો.12 આર્ટસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અક્ષયા રાજકુમારે 500 માંથી 496 માર્ક સાથે 99.20 ટકા મેળવી સમગ્ર રાજ્યમાં ટોપરમાં સ્થાન મેળવ્યું છે તેથી સ્કૂલ સહિત વાપીનું નામ અક્ષયાએ રોશન કરતા જ્ઞાનધામ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. તદ્દઉપરાંત ફ્રાન્સિસ સ્કૂલની વિદ્યાર્થીની મનીષા સુથાર ધો.12 સાયન્સમાં 700 માંથી 666 માર્ક 99.97 પી.આર. મેળવી ટોપર બની હતી. શાળા પરિવારે મનિષાને અભિનંદન પાઠવ્યા હતા.