July 12, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

સંઘપ્રદેશ પ્રશાસનમાં શરૂ થયેલા કોન્‍ટ્રાક્‍ટ અને આઉટ સોર્સિસના ચલણની પુનઃ સમીક્ષા થવી આવશ્‍યક

  • સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્મિક વિભાગની ઉદાસિનતાથી લાંબા સમયથી સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટોની પોસ્‍ટ ખાલી : હેડ ક્‍લાર્કો વગર જવાબદારીએ એમ.એ.સી.પી.ના માધ્‍યમથી સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટના સમકક્ષ મેળવી રહેલા પગારનો લાભ

  • સરકારી કોલેજોમાં પ્રાધ્‍યાપકો તથા હોસ્‍પિટલોના ડોક્‍ટરોની નિયુક્‍તી પણ કોન્‍ટ્રાક્‍ટ હેઠળ કરાતી હોવાના કારણે સારી ફેકલ્‍ટીથી શિક્ષણતંત્ર અને આરોગ્‍ય સેવાને પડી રહેલી માઠી અસર

સોમવારની સવાર-મુકેશ ગોસાવી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના કાર્મિક વિભાગની ઉદાસિનતાથી લાંબા સમયથી ખાલી પડેલ પદ ઉપર નવી ભરતી પણ થઈ નથી અનેલાયકાત પ્રમાણે પ્રમોશન પણ અપાયા નથી. જેના કારણે પ્રશાસનિક વ્‍યવસ્‍થા પણ પ્રભાવિત થતી નજરે પડે છે.
સંઘપ્રદેશ પ્રશાસનમાં સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટના પદ ઉપર કામ કરતા ગણેશભાઈ, હંસરાજ કે. કામલી, જયરામભાઈ પટેલ, ધીરુભાઈ ટંડેલ જેવા ઘણા નિવૃત્ત થયાના વરસો થઈ ગયા છે. પરંતુ તેમના સ્‍થાને હજુ સુધી નવા સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટોના પદ ઉપર પ્રમોશન અપાયા નથી. બીજીબાજુ પ્રશાસનમાં હેડ ક્‍લાર્કના પદ ઉપર કામ કરનારા કર્મચારીઓની ભરમાર છે. તેઓને એમ.એ.સી.પી.નો લાભ મળતો હોવાથી જવાબદારી વગર સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટના સમકક્ષ તેમનું પગાર ધોરણ પણ પહોંચેલું છે.
હેડ ક્‍લાર્કને સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટના પદ ઉપર પ્રમોશન આપવામાં આવે તો તેમની જવાબદારીમાં પણ વધારો થાય. જેના કારણે તંત્ર ઉપરનું ભારણ પણ ઓછું થઈ શકે છે. સરવાળે પ્રમોશન મળવાથી કર્મચારીઓમાં કામ પ્રત્‍યેનો ઉત્‍સાહ પણ વધી શકે છે.
બીજીબાજુ પ્રશાસન દ્વારા ઘણા મહત્‍વના પદોને આઉટ સોર્સિસ અને કોન્‍ટ્રાક્‍ટ ઉપર ભરવાની અપનાવેલી નીતિના કારણે પણ યોગ્‍યતા ધરાવતો વર્ક ફોર્સ નહી મળી રહ્યો હોવાની જાણકારી પણ સામે આવી રહી છે. કોલેજોના પ્રાધ્‍યાપકો તથા હોસ્‍પિટલોના ડોક્‍ટરોની નિયુક્‍તી પણ કોન્‍ટ્રાક્‍ટ હેઠળ કરાતી હોવાના કારણે સારી ફેકલ્‍ટીથી શિક્ષણતંત્ર વંચિત રહે એવીપરિસ્‍થિતિ પણ દેખાય રહી છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના જાહેર બાંધકામ વિભાગમાં લગભગ તમામ એન્‍જિનિયરોનું મૂળ પદ જે.ઈ.નું છે. તેમાના કેટલાકને આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર કે એક્‍ઝિક્‍યુટીવ એન્‍જિનિયર બનાવાયા છે. આ એન્‍જિનિયરોને પણ પ્રમોશનના દાયરામાં લાવી ખાલી પડેલ જગ્‍યા ઉપર ગોઠવવામાં આવે તો તેમાના લાયકાત ધરાવનારા કાર્યને પૂરી વફાદારીથી ન્‍યાય આપશે.જ્‍યારે જેમની પાસે કાર્યશક્‍તિ નહી હશે એવા વીઆરએસ લઈને ચાલતી પણ પકડે એવી સ્‍થિતિ છે. જેનો ફાયદો પણ પ્રશાસન અને વ્‍યવસ્‍થાને થશે.
સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હી દરબારમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ડંકો વાગી રહ્યો છે. ત્‍યારે, કેટલાક મહત્‍વના પદો ઉપર કાયમી ભરતી થાય એવી વ્‍યવસ્‍થા કરવી સમયનો તકાજો છે. કારણ કે દાદરા નગર હવેલી અને દમણ-દીવની શાખ રાષ્‍ટ્રીય સ્‍તરે વધી ચૂકી છે. મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ તથા એન્‍જિનિયરીંગ કોલેજ ઉપર પણ સમગ્ર રાષ્‍ટ્રની નજર મંડાયેલી છે. ત્‍યારે આવા ઉચ્‍ચ અભ્‍યાસક્રમો માટે શ્રેષ્‍ઠ ફેકલ્‍ટી આવે તે પ્રકારનું આયોજન ત્‍યારે જ શક્‍ય બને કે તેમને જોબની સલામતી અને તેમના સ્‍વમાનનું રક્ષણ થતું હોય.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શરૂ થયેલા કોન્‍ટ્રાક્‍ટ ભરતી અને આઉટ સોર્સિસના ચલણનીપુનઃ સમીક્ષા કરવી ખુબ જ જરૂરી છે. કારણ કે કોન્‍ટ્રાક્‍ટ કે આઉટ સોર્સિસ ઉપર કામ કરનારા કર્મચારી પાસે કરાવાતા સંવેદનશીલ કે નાણાંકીય વહીવટ દરમિયાન ગેરરીતિ થવાની પણ સંપૂર્ણ સંભાવના રહે છે. આ પ્રકારના કેટલાક કિસ્‍સાઓ નજીકના ભૂતકાળમાં સામે પણ આવી ચૂક્‍યા છે. ત્‍યારે પ્રશાસન યોગ્‍ય નિર્ણય લઈ કર્મચારીઓના બઢતીના અધિકાર ઉપર તરાપ નહી મારે એવી વ્‍યાપક લાગણી દેખાય રહી છે.

સોમવારનું સત્‍ય
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભરતી પ્રક્રિયા લગભગ સંપૂર્ણ રીતે પારદર્શક બની ચૂકી છે. પરંતુ પ્રમોશનની બાબતમાં હજુ પણ ક્‍યાંક ક્‍યાંક ઢીલઢાલવાળી નીતિ દેખાય રહી છે. કારણ કે ઈરાદાપૂર્વક ડિપાર્ટમેન્‍ટલ પ્રમોશન કમિટી(ડીપીસી)ની મીટિંગ જ બોલાવાતી નથી કે પછી યોગ્‍ય ઉમેદવારની ફાઈલ જ વિચારણામાં નહી આવે તેવી તકેદારી પણ લેવામાં આવતી હોવાની બુમ ઉઠી રહી છે. પ્રમોશન માટેની ડીપીસી સમયસર અને નિયમિત મળતી રહે તે પ્રકારની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવી આજના સમયની માંગ છે.

Related posts

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા પારડીના ડુમલાવ ખાતે 71 માં ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વાંસદા વિધાનસભા મત વિસ્‍તાર ભાજપનો નૂતન વર્ષ સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કોંગ્રેસના શાસનમાં તગડા બનેલા નેતાઓએ પક્ષને કરેલા દગાનો ભોગ આજે દાદરા નગર હવેલીની જનતા ભોગવી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

મસાટથી માલસામાન ભરેલ ટેમ્‍પોની ચોરીના બે આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી

vartmanpravah

દાનહના વાસોણામાં ડી.જે.ના સામાન ચોરીના ગુનામાં બે આરોપીની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

Leave a Comment