December 1, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

ડાહ્યાભાઈ પટેલ કોંગ્રેસના સાંસદ હોવા છતાં તેમણે એનડીએ સરકાર સાથે રાખેલા તાલમેલના કારણે દમણ-દીવના કામોને પણ મળેલી અગ્રતા

  • (ભાગ-8)

    વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં મુંબઈ હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ જારી કરતા દાનહ પોલીસ તંત્ર અને તત્‍કાલિન રાજકીય આકાઓના પગ સુધી રેલોઆવવાની થયેલી શરૂઆત

દાદરા નગર હવેલીમાં અરાજકતાનો માહોલ દિન પ્રતિદિન વધી રહ્યો હતો. રાજકીય સંરક્ષણ પામેલા ગુંડાઓ છડેચોક મહિલાઓની છેડતી કરતા હતા તો દુકાનોમાં જઈ માલસામાન પણ મફત લઈ લેતા હતા. આ બાબતે રાજકીય આકાઓને પણ ફરિયાદ કરવા છતાં તેઓ સાંભળતા નહીં હતા. તેમાં સેલવાસ ખાતે એક હોટલ સંચાલક વિરેન્‍દ્ર ચૌધરીની હત્‍યાની ઘટના પણ બનવા પામી હતી.
વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં સ્‍થાનિક પોલીસે રાજકીય આકાના ઈશારે હત્‍યાના ગુનામાં આરોપીઓના નામ પણ નહીં લખતાં અસામાજિક તત્ત્વોનો જુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો હતો. લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. પરંતુ પોલીસ અને પ્રશાસનના દરેક પાંદડા રાજકીય આકાના ઈશારે નર્તન કરતા હતા.
13 મહિના બાદ આવેલી લોકસભાની ચૂંટણીમાં 1999ના વર્ષમાં શ્રી મોહનભાઈ ડેલકરે ભાજપને છોડી અપક્ષ ઉમેદવારી કરી હતી. અપક્ષ ઉમેદવારી કરવા પાછળ શ્રી મોહનભાઈ ડેલકરની ખાસ કરીને મંત્રી બનવાની મહત્‍વાકાંક્ષા હતી. કારણ કે, કેન્‍દ્રમાં કોઈપણ પક્ષને સ્‍પષ્‍ટ બહુમતિ મળે એવી સ્‍થિતિ નહીં હતી.
1999ની ચૂંટણીમાં ભાજપ સહિત એનડીએની સરકારના ગઠન સાથે અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થયા હતા. શ્રી લાલકૃષ્‍ણ અડવાણી નાયબ પ્રધાનમંત્રી તરીકે ગૃહમંત્રાલય પણ તેમની પાસે હતું. જોગ અને સંજોગ બદલવાની શરૂઆત પણ થઈ હતી. વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં મુંબઈ હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ જારી કરતા સ્‍થાનિક પોલીસ તંત્ર અને રાજકીય આકાઓના પગ સુધી રેલો આવવાની શરૂઆત થઈ હતી.
બીજી તરફ દમણ અને દીવમાં પહેલી વખત કોળી પટેલનું રાજ આવતાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આનંદ અને ઉત્‍સવનું વાતાવરણ પૈદા થયું હતું. શ્રી ડાહ્યાભાઈ પટેલ કોંગ્રેસના પ્રતિક ઉપર ચૂંટણી લડીને જીત્‍યા હતા. તેમણે એનડીએ સરકાર સાથે પણ રાખેલા તાલમેલના કારણે દમણ-દીવના કામ રોકાતા નહીં હતા.
દમણ-દીવના ઈતિહાસમાં પહેલી વખત 19મી ડિસેમ્‍બર, 1999ના રોજ મુક્‍તિ દિનના સમારંભમાં પ્રશાસકશ્રીની સાથે દમણ-દીવના સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલને પણ સંબોધન કરવાની તક મળી હતી. દમણ-દીવમાં 19 ડિસેમ્‍બર, 1999 સુધી મુક્‍તિ દિનના સમારંભમાં સાંસદશ્રીને સંબોધન કરવાની તક નહીં મળતી હતી. પરંતુ શ્રી ડાહ્યાભાઈ પટેલે સાંસદ તરીકે ગૃહ મંત્રાલયમાં કરેલી રજૂઆત બાદ તેમને પરવાનગી આપવામાં આવી હતી. દાદરા નગર હવેલીમાં 2જી ઓગસ્‍ટે સાંસદશ્રીને સંબોધવાની તક લાંબા સમયથી મળતી હતી.
દમણ-દીવમાં સાંસદ કોંગ્રેસના હોવા છતાં ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં સાંસદ તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલેપોતાનો દબદબો બનાવ્‍યો હતો. જેની સામે દાદરા નગર હવેલીના સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર અને તત્‍કાલિન નાયબ પ્રધાનમંત્રી શ્રી લાલકૃષ્‍ણ અડવાણી જોડે શરૂ થયેલી અનબન જે તે સમયે ટોક ઓફ ધ ટાઉન પણ બનવા પામી હતી. (ક્રમશઃ)

Related posts

વાપી બલીઠા હાઈવે ઉપર રેલવે પાટામાં કાર ફસાઈ જતા રેલ વહેવાર પ્રભાવિત થયો

vartmanpravah

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

vartmanpravah

દાનહ મહેસુલ વિભાગ દ્વારા ત્રીજા દિવસે પણ ગેરકાયદેસર બાંધકામોને દુર કરાયા

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ‘કેચ ધ રેઇન’ વિષય પર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

vartmanpravah

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

vartmanpravah

Leave a Comment