June 30, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19
દાદરા નગર હવેલી ભાજપએસ.સી. મોર્ચાનાં ઉપાધ્‍યક્ષ શ્રી ગુલાબ રોહિત દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ પોસ્‍ટ મેટ્રિક સ્‍કૉલરશિપની ફ્રી શિપ કાર્ડ સુવિધા શરૂ કરવાની માંગ કરી છે. આદિવાસી બહુલ દાનહનાં કલેક્‍ટરશ્રીને લખેલ પત્રમાં અને શિક્ષણ સચિવને મોકલાવેલ પત્રની નકલમાં ભાજપ નેતા શ્રી ગુલાબ રોહિતે જણાવ્‍યું છે કે, કેન્‍દ્ર સરકારે વર્ષ 2020-2021માં ફ્રી શિપ કાર્ડ શરૂ કરેલ છે. ફ્રી શિપ કાર્ડ ધારક અનુ.જાતિ/જનજાતિ વિદ્યાર્થી કોઈપણ ફી ભર્યા વગર સરકારી અને બિનસરકારી સ્‍કૂલો/ કૉલેજો / યુનિવર્સિટીઓમાં મફત પ્રવેશ લઈ શકે છે. પ્રવેશ મળી ગયાં હોય તો તમામ ફી પરત મેળવી શકશે.
દાનહ-દમણ-દીવમાં ઘણાં પ્રતિભાશાળી અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓ પૈસાના અભાવે સારી સ્‍કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓમાં ભણવા વગર રહી જાય છે. એવા ગરીબ તેજસ્‍વી વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડની સુવિધા મળે તો સારૂં ઉચ્‍ચ શિક્ષા મેળવી ભવિષ્‍ય ઉજ્જવળ બનાવી શકે છે. પડોશી રાજ્‍ય ગુજરાતમાં પણ ફ્રી શિપ કાર્ડની સુવિધા અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને ઉપલબ્‍ધ છે. ત્‍યારે ભાજપ નેતા શ્રી ગુલાબ રોહિતે અનુ.જાતિ /જનજાતિ વિદ્યાર્થીઓનાં હિતમાં આવતાં સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવાની સાથે મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એન્‍જિનિયરિંગ, મેનેજમેન્‍ટ કૉલેજો, યુનિવર્સિટીઓમાં અનુસૂચિત વર્ગનીસીટો વધારવા, અનુ.જાતિ / જનજાતિ, આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને યુપીએસસી જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરાવવા કોચિંગ ક્‍લાસની પણ સુવિધા શરૂ કરવાની વિનંતી કરવામાં આવી છે.

Related posts

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

પારડી ડીસીઓ સ્‍કૂલ નજીક લાયસન્‍સ વિના તેમજ ટ્રીપલ સવારી કરતાં વિદ્યાર્થીઓ પર લાલ આંખ કરતી પોલીસ

vartmanpravah

દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત કરાયેલું મેગા પેરેન્‍ટ ટીચર્સ મિટીંગનું આયોજન

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

Leave a Comment