Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ડીસીઓ સ્‍કૂલ નજીક લાયસન્‍સ વિના તેમજ ટ્રીપલ સવારી કરતાં વિદ્યાર્થીઓ પર લાલ આંખ કરતી પોલીસ

પારડી પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા રોમિયોગીરી
કરનારાઓના વાહનો પણ થયા ડિટેન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં ટીનેજર્સ વિદ્યાર્થીઓને વાલીઓ બાઈક આપતા હોવાથી વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સાથે ટ્રિપલ સવારી કરી લાયસન્‍સ વિના વાહનો હંકારી સ્‍કૂલે આવતા હોય છે. બેફામ સ્‍પીડમાં મોટરસાયકલ હંકારી આવા વિદ્યાર્થીઓ પોતાની સાથે અન્‍ય વ્‍યક્‍તિના જીવ જોખમમાં મૂકતા હોય છે.
જેને લઈ પારડી પોલીસેછેલ્લા બે દિવસથી ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં સોમવારના રોજ પારડી પોલીસ ડી.સી.ઓ. સ્‍કૂલ આગળ સરપ્રાઈઝ ચેકિંગમાં ઉતરી સ્‍કૂલમાં લાયસન્‍સ વિના વાહન લઈ આવતા તેમજ ટ્રીપલ સવારી કરતાં વિદ્યાર્થીઓને ઝડપી બાઈક કબજે લઈ દંડાત્‍મક કાર્યવાહી કરતાં પારડી પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે. પારડી ટ્રાફિક શાખાના પરેશભાઈ અને તોસિફભાઈ તેમની ટીમ સાથે ચેકિંગમાં ઉતરતા તેમના હાથે ટીનેજર્સ બાળકો સ્‍કૂલ આગળ આટા ફેરા મારતા પણ ઝડપાઈ જતાં રોમિયોગિરી કરવા આવતા બાળકોમાં ફફડાટ ફેલાયો છે. પારડી પોલીસ ડી.સી.ઓ. સ્‍કૂલ આગળથી દસ જેટલા વાહનો કબજે લઈ આરટીઓ મેમો આપવામાં આવ્‍યો હતો. પારડી પોલીસની આ કાર્યવાહીને લઈ પારડી પોલીસ દ્વારા વારંવાર આવા ટીનેજર્સ સામે આવી દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે.

Related posts

ચીખલી પોલીસે વંકાલથી દારૂ ભરેલ કાર સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

વાપીમાં ઈન્‍ટરનેશનલ ફૂડ કંપની (ઝોમેટો)ના ડિલેવરી કર્મચારીઓની વિજળીક હડતાલ

vartmanpravah

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકાસલક્ષી અભિગમ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી સંઘપ્રદેશ એજ્‍યુકેશન હબ બનવા તરફ અગ્રેસરઃ પ્રદેશમાં મેડિકલ, એન્‍જિનિયરીંગ, ફેશન, આઈ.ટી., લો જેવા વિશ્વ સ્‍તરના અભ્‍યાસક્રમનો પ્રારંભ

vartmanpravah

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

Leave a Comment