January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપીસેલવાસ

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

  • વરસાદનો લાભ લઈ કંપનીઓ દ્વારા દમણગંગા નદીમાં કેમિકલવાળું પાણી છોડાયું

  • મધુબન ડેમના છ દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્‍યા

  • વરસાદને કારણે મુખ્‍ય રસ્‍તાઓ પર ખાડા પડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
છેલ્લા બે દિવસથી દમણ અને દાદરા નગર હવેલીમાં એક અઠવાડિયાથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી વધુ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલીમાં વરસાદનો લાભ લઈ કેટલીક કંપનીઓ દ્વારા દમણગંગા નદીમાં કેમીકલવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે. સદંતર વરસાદ પડવાને કારણે પ્રદેશના કેટલાક મુખ્‍ય તથા ગ્રામ્‍ય રસ્‍તાઓ પર ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્‍કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે. સેલવાસમાં છેલ્લા 24 કલાક દરમિયાન 181.2એમએમ 7.24 ઇંચ વરસાદ પડયો છે. જ્‍યારે સિઝનનો કુલ વરસાદ 729 એમએમ 29.16ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 71.55 મીટર છે. ડેમમાં પાણીની આવક 39507 ક્‍યુસેક અને ડેમના છ દરવાજા એક મીટર જેટલા ખોલવામાં આવ્‍યા છે અને 32831 ક્‍યુસેક પાણીછોડવામાં આવ્‍યું છે.

Related posts

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment