Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વરકુંડ પંચાયતમાં યોજાયો જીએસટી કેમ્‍પ

જીએસટી અધિકારીઓએ ગ્રામજનોને સરળ ભાષામાં બતાવેલી જીએસટી રજીસ્‍ટ્રેશનની પ્રક્રિયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને સક્ષમ માર્ગદર્શનમાં પ્રશાસનના જીએસટી વિભાગ દ્વારા નાની દમણના વરકુંડ પંચાયતમાં જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પનુંઆયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કેમ્‍પમાં જીએસટી વિભાગના અધિકારીઓએ ગ્રામ્‍ય અને વેપારીઓને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયાની વિસ્‍તારથી જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દમણની તમામ પંચાયતોમાં 30 એપ્રિલ, ર0રર સુધી આ પ્રકારના રજીસ્‍ટ્રેશન કેમ્‍પોનું આયોજન કરવામાં આવશે. આજનો કેમ્‍પ એ અભિયાનનો બીજો કેમ્‍પ હતો. આ કેમ્‍પમાં ગ્રામ પંચાયતના લોકોને સહજતાથી જીએસટી રજીસ્‍ટ્રેશન અને તેને સંબંધિત ફાયદાઓ અંગે વિસ્‍તારથી માહિતી આપવામાં આવી હતી.
અત્રે યાદ રહે કે, વસ્‍તુ અથવા સેવા કર વિભાગ, દમણ દ્વારા 25થી 30 એપ્રિલ સુધી જીએસટી રજીસ્‍ટ્રેશન સપ્તાહનું ઉજવણી કરવામાં આવી રહી છે. જે દરમિયાન વેપારીઓ અને ઉદ્યમીઓ તથા ડીલરોને જીએસટીના ફાયદા તથા તેની સરળ પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી આપવામાં આવશે. સાથે સાથે જીએસટી રજીસ્‍ટ્રેશન માટેની જરૂરી સહાયતા પણ પ્રદાન કરવામાં આવશે.
આ કેમ્‍પમાં જીએસટી અને વેટ વિભાગના અધિકારી, ઉદ્યોગ જગતના વેપારી, ઉદ્યમી, ગ્રામીણ અને સ્‍થાનિક જનપ્રતિનિધિ વિભાગના અન્‍ય જીએસટી અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તા.20/04/2022ના રોજ દાભેલ પંચાયતમાં જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પનું આયોજન કરવામાં આવનારું હોવાનું જીએસટી વિભાગ દ્વારા જણાવાયું છે.

Related posts

જિ.પં.ના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પી.એમ.શ્રી સી.પી.એસ. દપાડા પંચાયત અને સી.આર.સી.ના સંયુક્‍ત પ્રયાસથી દપાડાના મિશનપાડામાં ‘‘શિક્ષણની વાત વાલીઓ સાથે” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્‍યે વિશેષ ગ્રામસભા

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્‍ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસ

vartmanpravah

દૂધ ઉત્‍પાદકોને મધમાખી ઉછેર માટે પ્રોત્‍સાહિત કરવા ચીખલી વસુધારા ડેરી દ્વારા મધમાખી ઉત્‍પાદક-વેચાણ કરનાર મંડળીની સ્‍થાપના કરાઈ

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

દિલ્‍હીમાં 26 જાન્‍યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી સમક્ષ કર્તવ્‍યપથ પર રાઈજીન્‍ગ સ્‍ટાર દ્વારા ગૃપ પરફોર્મન્‍સ આપવા માટે રવાના

vartmanpravah

Leave a Comment