Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સાંજે 4 વાગ્‍યે વિશેષ ગ્રામસભા

ગ્રામસભાના નોડલ ઓફિસર અને એસડીપીઓ મન્‍ની ભૂષણ સિંઘની રહેનારી ઉપસ્‍થિતિ

ગ્રામસભામાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લાના રેવન્‍યુ વિભાગ દ્વારા પંચાયતના ગાંવઠાણ વિસ્‍તાર માટે તૈયાર કરાયેલા પ્રોપર્ટી કાર્ડનું પણ થનારૂં વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04: આવતી કાલે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સાંજે4:00 વાગ્‍યે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ગ્રામસભામાં દમણવાડા ગ્રામ પંચાયતના ખાતેધારકોને તેમના પ્રોપર્ટી કાર્ડનું પણ વિતરણ કરાશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે સાંજે 4:00 વાગ્‍યે યોજાનારી દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં નોડલ ઓફિસર અને સબ ડીવીઝનલ પોલીસ ઓફિસર (એસડીપીઓ) શ્રી મન્‍ની ભૂષણ સિંઘ ઉપસ્‍થિત રહેશે.
આ વિશેષ ગ્રામસભામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની સમજણ આપવામાં આવશે અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લાના રેવન્‍યુ વિભાગ દ્વારા પંચાયતના ગાંવઠાણ વિસ્‍તાર માટે તૈયાર કરાયેલા પ્રોપર્ટી કાર્ડનું પણ વિતરણ કરવામાં આવશે. આ વિશેષ ગ્રામસભામાં 13મી ઓગસ્‍ટથી 15મી ઓગસ્‍ટ દરમિયાન યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાન અને પંચાયત દ્વારા થઈ રહેલા અને થનારા વિવિધ વિકાસ કામોની પણ જાણકારી આપવામાં આવશે. આ વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા ગ્રામજનોને સરપંચ શ્રી મુકેશ ગોસાવી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related posts

વલસાડ આરોગ્ય શાખા દ્વારા વિશ્વ વસ્તી દિવસ ઉજવાયો, ધરમપુર-કપરાડાના ૧૨ પુરૂષની નસબંધી કરાઈ

vartmanpravah

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

રવિવારે દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે શરૂ થનારૂં જન આંદોલન

vartmanpravah

દમણ : દાભેલમાં નહેર ઉપર કરાયેલા ગેરકાયદે દબાણ અને નાની દમણફોર્ટ વિસ્‍તાર નજીક સરકારી જમીન ઉપર કરાયેલા અતિક્રમણ ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

Leave a Comment