Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણદીવવાપીસેલવાસ

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

‘પ્રશાસન ગામ તરફ’શિબિરમાં વિવિધ વિભાગોની અલગ અલગ સેવાઓ માટે અરજીઓ સ્‍વીકારી સ્‍થળ ઉપર કરાયેલું નિરાકરણઃ વિવાદીત બાબતો ઉપર આપવામાં આવ્‍યું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત દમણ જિલ્લાની ભીમપોર ગ્રામ પંચાયત ખાતે આજે સવારે 11:00 થી સાંજના 5:00 વાગ્‍યા દરમિયાન ‘પ્રશાસન ગામ તરફ’ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિવિધ વિભાગોની જુદી જુદી સેવાઓ માટે આવેદન સ્‍વીકારવામાં આવ્‍યા હતા અને વિવાદીત બાબતો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
ભીમપોર પંચાયત ખાતે આજે સવારના 11:00 થી સાંજના 5:00 વાગ્‍યા દરમિયાન યોજાયેલ ‘પ્રશાસન ગામ તરફ’ શિબિરમાં મામલતદાર, સીટી સર્વે, જમીન સંપાદન, સબ રજીસ્‍ટ્રાર, ટ્રેઝરી, ફૂડ અને સપ્‍લાય, જિલ્લા પંચાયત, સમાજ કલ્‍યાણ, લેબર, ચૂંટણી, વિદ્યુત, પોસ્‍ટ, કૃષિ, પશુપાલન, બેંક, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, પરિવહન અને શિક્ષણ વિભાગ સંબંધી વિવિધ સેવાઓના સંદર્ભમાં અરજીઓ સ્‍વીકારવામાં આવી હતી અને વિવિધ વિભાગ દ્વારા અરજીઓનું સ્‍થળ ઉપર જનિરાકરણ કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે વિવાદિત કેસો બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

Related posts

દમણજિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો : વેઈટર અર્જુનની હત્‍યા કેસના આરોપી કૃષ્‍ણ બહાદુરને આજીવન કેદઃ રૂા.5000નો દંડ

vartmanpravah

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

વાંસદા તાલુકાના મોટીભમતી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

વાપી ગુંજન સૌરભ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah

Leave a Comment