April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા થતું કામદારોનું શોષણ : પ્રદેશ ભાજપ મહામંત્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને પાઠવેલું આવેદન પત્ર

સબંધિત કંપનીઓ અને કોન્‍ટ્રાકટરો સામે કાનૂની કાર્યવાહી અંગે કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીમાં મોટી સંખ્‍યામાં ઉદ્યોગો સ્‍થાપિત છે જેમા કેટલીક કંપનીઓમા લેબર કોન્‍ટ્રાકટરના નામે આદિવાસીઓનું શોષણ કરવામા આવી રહ્યુ છે. લેબર કોન્‍ટ્રાકટર દ્વારા મજૂરો પાસે બાર કલાક કામ કરાવી આઠ કલાકનું જ મહેનતાણુ આપવામા આવે છે. જેમા પેકીંગ અને હમાલી કામ માટે રાખવામા આવેલ મજૂરોને પણ સ્‍કીલ વર્કરોનું કામ લેવામા આવે છે.
સરકારી નિયમ અનુસાર મજૂરોને મળતો લાભ પીએફ જેવા લાભથી વંચિત રાખવામા આવી રહ્યા છે. સ્‍કીલ લેબર કામ કરવાવાળા કામગારોને વેતનથી વંચિત રાખવામા આવી રહ્યા છે. મજુરોનું શોષણ જેવા આ તમામ સમસ્‍યાને લઈ દાનહ ભાજપાના મહામંત્રી શ્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને આવેદન પત્ર આપી સબંધિત કંપનીઓ અથવા તેઓના આધિન કામ કરનાર શ્રમિક કોન્‍ટ્રાકટર પર કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related posts

ચણવઈના સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સ ખાતે ફિલ્‍ડ ડે અંતર્ગત કપરાડાના ખેડૂતો માટે પ્રત્‍યક્ષ ખેતીનું નિદર્શન યોજાયું

vartmanpravah

ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યું

vartmanpravah

બુલેટ ટ્રેનની કામગીરી માટે વલસાડ-ગુંદલાવ-ખેરગામ માર્ગ તા.૯ થી ૧૧ મે સુધી બંધ રહેશે

vartmanpravah

ચીખલીની કુમાર શાળાનો વિદ્યાર્થી વાદન સ્‍પર્ધામાં જિલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

દીવના કલેક્‍ટર ભાનુ પ્રભા અને એસ.પી. પદે પિયુષ ફૂલઝેલેએ સંભાળી લીધેલો અખત્‍યાર

vartmanpravah

રિક્ષામાં દારૂ લઈ જતા ચાલક અને મહિલા કલસર બે માઈલ નજીક ઝડપાયા

vartmanpravah

Leave a Comment