April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

સંઘપ્રદેશ પ્રશાસનમાં ભૂતકાળમાં થયેલ પોલીસ કોન્‍સ્‍ટેબલ અને પી.એસ.આઈ.ની સીધી ભરતીમાં થયેલા અનેક કોઠા-કબાડાં: નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે તો ઘણાંની ખાખી વર્દી ઉતરવાની સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિક્રમજીત સિંહે ભરતીના સમયે જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજ દ્વારા નોકરી લાગવાનું સામે આવતાં દીવ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ જારી કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાદરા નગર હવેલી અને દમણ-દીવના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિક્રમજીત સિંહ દ્વારા જારી કરાયેલા આદેશમાં પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર પંકેશ ટંડેલ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્‍યા છે, જેને ધ્‍યાનમાં રાખીને દમણ-દીવ પોલીસ સબઓર્ડિને્‌ટસ (ડિસ્‍પિલેન એન્‍ડ અપીલ) નિયમો, 2005ની કલમ 12ની પેટા કલમ 1ની કવાયતમાં, પીઆઈ પંકેશ ટંડેલને 14મી મે, 2022ના રોજ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.
પંકેશ ટંડેલને તાત્‍કાલિક અસરથી પોતાની કીટ દીવ પોલીસ એસડીપીઓને સોંપવામાટે જણાવવામાં આવ્‍યું છે અને સસ્‍પેન્‍શન દરમિયાન તેમને પરવાનગી વિના દીવ પોલીસ હેડક્‍વાર્ટરની બહાર જવાની મંજૂરી નથી.
સૂત્રો પાસેથી જાણવા મળ્‍યું છે કે, પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર પંકેશ ટંડેલે વિભાગમાં પ્રવેશ સમયે જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો રજૂ કર્યા હતા. જેની ફરિયાદના આધારે દાનહ અને દમણ-દીવના ડીઆઈજીપી હરકતમાં આવતા પંકેશ ટંડેલને સસ્‍પેન્‍ડ કરી દીધા છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસમાં પોલીસ કોન્‍સ્‍ટેબલ અને પી.એસ.આઈ.ની સીધી ભરતીમાં ભૂતકાળમાં અનેક ગેરરીતિઓ ઉચ્‍ચ અધિકારીઓના નિર્દેશથી આચરવામાં આવી હતી અને આ ભરતી પ્રક્રિયાઓના દસ્‍તાવેજો અને જે તે સમયની પરિસ્‍થિતિનો નિષ્‍પક્ષ અભ્‍યાસ કરવામાં આવે તો ઘણાં ઉપર સસ્‍પેન્‍શનની તલવાર લટકવાની સંભાવના પણ જોવાઈ રહી છે.

સંઘપ્રદેશના ડીઆઈજીપી સાથે ‘કોઈ ખાસ’ બાબતને લઈ પડેલી તિરાડના કારણે પી.આઈ. પંકેશ ટંડેલને સસ્‍પેન્‍ડ કરાયા?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ,તા.15
દીવ પોલીસ મથકના પી.આઈ. પંકેશ ટંડેલને સસ્‍પેન્‍ડ કરાયા બાદ દીવ સહિત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પોલીસ બેડામાં ચાલતી અનેક ગતિવિધિઓ ઉપર પ્રકાશ પડી રહ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સંઘપ્રદેશનાડીઆઈજીપી શ્રી વિક્રમજીત સિંહ સાથે પી.આઈ. પંકેશ ટંડેલના સંબંધોમાં ‘કોઈ ખાસ’ બાબતને લઇ પડેલી તિરાડના કારણે તેમને સસ્‍પેન્‍ડ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
હવે ધીરે ધીરે પોલીસ બેડામાં ચાલતી કેટલીક ઘટમાળ પણ સપાટી ઉપર આવવાની શક્‍યતા જોવાઈ રહી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

vartmanpravah

રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાના મૃતકોનેશ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડે પાઠવી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

vartmanpravah

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah

વલસાડ કાંજણ રણછોડ પાસેની વાંકી નદીમાં બાઈક સવાર માતા-પૂત્ર તણાયા : પૂત્રને ઉગારી લેવાયો

vartmanpravah

દાનહ-દમણ-દીવમાં અનુ.જાતિ / જનજાતિ વિદ્યાર્થીઓને નવા સત્રથી ફ્રી શિપ કાર્ડની સુવિધા શરૂ કરવા કલેક્‍ટર અને શિક્ષણ સચિવ સમક્ષ ગુલાબ રોહિતે કરેલી માંગ

vartmanpravah

Leave a Comment