January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશપ્રશાસનના 148 એલડીસી-યુડીસીની એક સામટી બદલી : કહી ગમ, કહી ખુશીનો માહોલ: લગભગ 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી

લાંબા સમયથી એકજ વિભાગમાં પડેલા-પાથરેલા પૈકીના કેટલાક પોતાની યોગ્‍ય ગોઠવણ કરવા પણ રહેલા સફળ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાર્યરત 148 એલડીસી અને યુડીસીની સાગમટે બદલીનો આદેશ જારી કરતા કહી ગમ કહી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક એલડીસી અને યુડીસી કર્મચારીઓ લાંબા સમયથી એકજ વિભાગમાં પડેલા-પાથરેલા હતા તે પૈકીના કેટલાક પોતાની યોગ્‍ય ગોઠવણ કરવા પણ સફળ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસને 148 જેટલા એલડીસી અને યુડીસીની કરેલી બદલીમાં 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલ આંતર જિલ્લા બદલીમાં જેમના સંતાનો 10મી કે 1રમીની બોર્ડની પરિક્ષા આપી રહ્યા હશે, તેમના માટે ચિંતાનો વિષય બની શકે છે. આ બદલીથી પ્રશાસનના વહીવટમાં વધુ ગતિશીલતા આવશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

vartmanpravah

દમણમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, દાનહમાં એકપણ નહી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં દોઢ ઇંચ વરસાદ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવ (ગ્રાન્‍ટેડ) રંગોળી અને દિવડા શણગાર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડના છીપવાડમાં ગંદી ગંગલી ખાડીમાં નશામાં ચકચૂર યુવાન ખાબકી ગયો

vartmanpravah

માંગવાનું વધ્‍યું ત્‍યાર થી ભક્‍તિ નિસતેજ બની છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

Leave a Comment