September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

  • દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલે સ્‍પોર્ટ્‌સ વિભાગના સહયોગથી કરેલી પહેલ

  • દમણ જિલ્લાની પ્રત્‍યેક ગ્રામ પંચાયતોમાં વોર્ડ – ફળિયા દીઠ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ, વોલીબોલ, લાંબી દોડ અને રસ્‍સાખેંચની સ્‍પર્ધાનું થનારૂ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24
દમણ જિલ્લા પંચાયત અને હેડ ઓફ સ્‍પોર્ટ્‍સના સંયુક્‍ત ઉપક્રમે અગામી એપ્રિલ મહિનાના ત્રીજા અથવા ચોથા સપ્તાહ દરમિયાન આયોજીત થનારા દમણ જિલ્લા ખેલ મહોત્‍સવની જાણકારી આજે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે ગ્રામ પંચાયતના સરપંચો અને સેક્રેટરીઓને આપી હતી. આ કાર્યક્રમમાં દમણ જિલ્લાના સહાયક શારિરીક શિક્ષણ અધિકારી(એ.પી.ઈ.ઓ.) શ્રી કાંતિભાઈ પટેલ અને શ્રી અક્ષય કોટલવાડ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીતથનારા જિલ્લા ખેલ મહોત્‍સવને સફળ બનાવવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે સરપંચોને મુખ્‍ય ભૂમિકા ભજવવા તાકીદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, જિલ્લા પંચાયત અને હેડ ઓફ સ્‍પોર્ટ્‍સ દ્વારા આયોજીત થનારી ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ, વોલીબોલ, લાંબી દોડ અને રસ્‍સાખેંચની સ્‍પર્ધાનું આયોજન કરાયું છે. આ તમામ રમતો પહેલા પંચાયત સ્‍તરે યોજાશે અને ત્‍યારબાદ જિલ્લા સ્‍તરે સ્‍પર્ધાનું આયોજન કરાશે.
ગ્રામ પંચાયતોમાં પોતાના વોર્ડ અથવા ફળીયા પ્રમાણે યોજાનારા ખેલ મહોત્‍સવમાં પ્રત્‍યેક પંચાયતના વોર્ડ પ્રમાણે આઠ અથવા દસ ટીમોના સમાવેશની મંજુરી આપવામાં આવી છે. જિલ્લા પંચાયત અને હેડ ઓફ સ્‍પોર્ટસ દ્વારા ભાગ લેનારા ખેલાડીઓને ગણવેશ, ટૂર્નામેન્‍ટની ટ્રોફી, ઈનામ, સર્ટીફિકેટ તથા નાસ્‍તાની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવશે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકાર અને સ્‍થાનિક પ્રશાસન દ્વારા સ્‍થાનિક રમતોને ઉત્તેજન આપી ગ્રામીણ વિસ્‍તારની ખેલ પ્રતિભાઓને યોગ્‍ય મંચ પ્રદાન કરવા માટે અનેક પગલાંઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. જેના પરિણામ સ્‍વરૂપ વૈશ્વિક મંચ ઉપર ભારતની ખેલ પ્રતિભાઓ પોતાની હિર બતાવી રહી છે.
અત્રેનોંધનીય છે કે, કોરોના કાળના બે વર્ષ બાદ પહેલી વખત ખેલ મહોત્‍સવના થઈ રહેલા આયોજનથી ગ્રામ્‍ય વિસ્‍તારના યુવાનોમાં પણ ઉત્‍સાહ અને આનંદનું વાતાવરણ દેખાય રહ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત એ.પી.ઈ.ઓ. શ્રી કાંતિભાઈ પટેલ અને શ્રી અક્ષય કોટલવાડે રમતોના નીતિ-નિયમો તેમજ જરૂરી વ્‍યવસ્‍થાની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લાની ગ્રામ પંચાયતના સરપંચો અને સેક્રેટરીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને સરપંચો તથા સેક્રેટરીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને જિલ્લા પંચાયતની પહેલનું સ્‍વાગત કર્યુ હતું.

Related posts

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી ઉપર બાઈકમાં આગ લાગી : બનાવ બાદ ચાલક ફરાર : બાઈક ચાલક કોણ હતો તેની પોલીસે તપાસ હાથ ધરી હતી

vartmanpravah

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

vartmanpravah

શ્રી ભાવભાવેશ્વર મહાયજ્ઞ સમિતિ વાપીના ઉપક્રમે તા.07 થી 13 જાન્‍યુઆરીમાં શ્રી શિવ-શક્‍તિ મહાયજ્ઞ યોજાશે

vartmanpravah

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

vartmanpravah

આજે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની થનારી ‘ઔપચારિક’ ઉજવણીઃ પ્રદેશ ભાજપ નાની દમણ બસ સ્‍ટેન્‍ડે મુક્‍તિ દિવસને ‘જીવંત’ રાખવા કરશે પ્રયાસ

vartmanpravah

Leave a Comment