Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન (જેટકો) દ્વારા રૂા ૧૯.૩૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ૬૬ કે. વી. વીજસ્‍ટેશનનું ભૂમિપૂજન કરતાં રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સમંત્રી કનુભાઇ દેસાઇ

આ સબસ્‍ટેશનથી લીલાપોર, ભદેલી દેસાઇ પાર્ટી અને ભદેલી જગાલાલાના ૨પ૨૬ ગ્રાહકો લાભાન્‍વિત થશેઃ દેશમાં ગેસઆધારિત પાવર પ્‍લાન્‍ટો બંધ છે ત્‍યારે ગુજરાતમાં સોલાર અને વીન્‍ડ પાવર પ્‍લાન્‍ટને કારણે વીજસંકટ ઊભું થયું નથી: મંત્રી કનુભાઇ દેસાઇ

વલસાડ તા.૧પઃ ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ખાતે ૬૬ કે.વી. ના સબસ્‍ટેશનની ભૂમિપૂજનવિધિ રાજયના નાણાં, ઉર્જા અનેપ્રેટોકેમિકલ્‍સ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ વલસાડના સાંસદ ર્ડા. કે. સી.પટેલ, ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ અને જેટકો વડોદરાના એમ. ડી. ઉપેન્‍દ્ર પાંડે અને મુખ્‍ય ઇજનેર કે. આર. સોલંકીની ઉપસ્‍થિતિમાં કરીહતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, વર્તમાન પરિસ્‍થિતિમાં રશિયા અને યુક્રેનના યુધ્‍ધને લીધે ગેસ આધારિત પાવર પ્‍લાન્‍ટ દેશમાં બંધ છે ત્‍યારે ગુજરાતે સતત વીજપુરવઠો લોકોને આપીને એક સિધ્‍ધિ હાસંલ કરી હતી. આખા દેશમાં વર્ષમાં માથાદીઠ ૧૧૩૦ વીજ યુનિટ વપરાય છે જયારે ગુજરાતમાં માથાદીઠ ૨૧૦૦ વીજ યુનિટનો વીજવપરાશ થાય છે. જે ગુજરાતનો વિકાસ દર્શાવે છે. ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને દેશના વડાપ્રધાનશ્રી નેરન્‍દ્રભાઇ મોદીએ તત્‍કાલીન સમયમાં ગુજરાતમાં વીજ પાવર પ્‍લાન્‍ટના વિકલ્‍પ તરીકે સોલાર અને વીન્‍ડ પાવર પ્‍લાન્‍ટ સ્‍થાપીને તેમની આગવી કોઠાસૂઝ દાખવી હતી. જેના પરિણામે હાલમાં ગુજરાતમાં ૩૦૦૦ મેગાવોટ સોલાર પ્‍લાન્‍ટથી અને ૩૦૦૦ મેગાવોટ વીન્‍ડ પ્‍લાન્‍ટ મળી કુલ ૬૦૦૦ મેગાવોટ વીજળી ઉત્‍પાદન થાય છે. વડાપ્રધાનશ્રીએ સાગરમાલા પ્રોજેકટ અન્‍વયે જળપરિવહન વ્‍યવસ્‍થા અમલીકરણની દિશામાં પ્રગતિ થઇ રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. દક્ષિણ ગુજરાતમાં જેટીના જે પ્રશ્નો છે તે તબક્કાવાર હલ કરાશે તેવી તેમણે આ વેળાએ ખાતરી આપી હતી.

આ સબસ્‍ટેશનનું  ૪૯૦૦ ચો. મી. નું તૈયાર થશે. જેની સ્‍થાપિત ક્ષમતા ૩૦ એમ. વી. એ. ની છે. જેમાંથી ૧૧ કે. વી. ના ૪ ફીડરો રહેશે. જે પૈકી ૩ જયોતિગ્રામ અને ૧ ખેતીવાડી ફીડર રહેશે. આ સબસ્‍ટેશનથી લીલાપોર, ભદેલી દેસાઇ પાર્ટી અને ભદેલી જગાલાલા ગામના ૨પ૨૬ ગ્રાહકોને તેનો લાભ મળશે જે પૈકી ૨૦પ૩ રહેણાંક, ૨૬૯ વાણિજયક, ૬૮ ઔદ્યગિક, ૧૧ વોટર વકર્સ, ૨૯ સ્‍ટ્રીટલાઇટ અને ૯૬ ખેતીવિષયક રહેશે.

વલસાડના સાંસદ ર્ડા. કે. સી. પટેલે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, નાની દાંતી ગામે રૂા. ૧૧૦ કરોડની પ્રોટેકશન વોલ બનાવવા માટે ભારત સરકારમાંથી સૈધ્‍ધાંતિક મંજૂરી મળી છે. એટલે નાની દાંતી ખાતે પ્રોટેકશન વોલ બનવાથી દરિયા ધોવાણનો પ્રશ્ન હલ થશે અને ગામલોકોને રાહત થશે. નલ સે જલ યોજના અન્‍વયે કાંઠાવિસ્‍તારના લોકોને ઘરે બેઠા આવનારા સમયમાં પાણી મળશે.

આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જેટકો નવસારીના ડી.સી.પટેલે જયારે આભારવિધિ જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર અભયભાઇ દેસાઇએ કરી હતી. કાર્યક્રમમાં વલસાડના મહિલા અને બાળવિકાસ ચેરમેન સોનલ સોલંકી, તાલુકા પંચાયત વલસાડના કારોબારી ચેરમેન ગીરીશભાઇ ટંડેલ, સામાજિક ન્‍યાય સમિતિના ધવલભાઇ પટેલ, ગામના સરપંચ જીતુભાઇ ટંડેલ, ટંડેલ સમાજના પ્રમુખ જગુભાઇ ટંડેલ અને ડુંગરી ગામના સરપંચ આસિત દેસાઇ, જેટકો નવસારીના કાર્યપાલક ઇજનેરો સર્વ પી. એન. પટેલ, ડી. પી. પટેલ, નાયબ ઇજનેરો સર્વ પી. સી. ઢીમ્‍મર, આર. આર. પટેલ અને ચેતન પટેલ તેમજ દ. ગુ. વીજ કંપની વલસાડના અધિક્ષક ઇજનેર એમ. એમ. પટેલ તથા કાર્યપાલક ઇજનેરો સર્વ જી. ડી. નાયક અને ડી. સી. માહલા તેમજ ભદેલી જગાલાલા તેમજ આજુબાજુના ગામોના ગ્રામ્‍યજનો હાજર રહયા હતા.

Related posts

પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ આદિવાસી તાલુકા કપરાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટના કારણે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાવાની સમસ્‍યાના નિવારણ માટે ચીખલીના ઘેકટી ગામના રહિશો દ્વારા પ્રાંત અધિકારીને કરાયેલી લેખિત રજૂઆત 

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા 835 પિધ્‍ધડો ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દીવની જનતાને નવા વર્ષમાં મળેલી નૂતન ભેટ: દીવના ગાંધીપરા ખાતેની સરકારી જગ્‍યામાં પોસ્‍ટ ઓફિસનો થયેલો આરંભ

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં વર્તમાન સરપંચ અને માજી સરપંચનો હાલનો સભ્‍યનો હોદ્દો છીનવાયો

vartmanpravah

શિક્ષણની ગુણવત્તા અને પરિણામમાં વૃદ્ધિ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ અત્‍યંત આવશ્‍યકઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

Leave a Comment