Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિથી દાનહનું સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ નેશનલ અને ઈન્‍ટરનેશનલ મેચો રમવા ફીટ બનશે

  • ગ્રાઉન્‍ડના રખરખાવ માટે દાનહના પીડીએ વિભાગ દ્વારા આપવામાં આવેલા પ્રથમ દરજ્‍જાના વિશિષ્‍ટ ઉપકરણો અને પ્રશિક્ષિત માનવબળ
  • ક્રિકેટ પીચ અને ગ્રાઉન્‍ડની મરામ્‍મત અને જાળવણી માટે ઓટોમેટિક પીચ રોલરની સાથે વિવિધ કિલોગ્રામની ક્ષમતાના ભારણવાળામેન્‍યુઅલ પીચ રોલર, ઝાકળ સૂકવવાનું રોલર, મોપિંગ મશીન તેમજ ઘાસ કાપવા માટેનું ઈલેક્‍ટ્રીક કટરની પીડીએ વિભાગે કરેલી વ્‍યવસ્‍થા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
દાદરા નગર હવેલીના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમના રખરખાવ માટે વિશિષ્‍ટ ઉપકરણો દાનહના યોજના અને વિકાસ પ્રાધિકરણ દ્વારા પ્રદાન કરાતા આંતરરાષ્‍ટ્રીય ધારાધોરણોનું ક્રિકેટ મેદાન બનતાં હવે કોઈ રોકી નહીં શકશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ અને ગ્રાઉન્‍ડને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનું બનાવી અહીં પ્રથમ કક્ષાની મેચો રમી શકાય તે બાબતે શરૂઆતથી જ લીધેલી કાળજીના ભાગરૂપે દાનહ પીડીએ દ્વારા એક સ્‍વયં સંચાલિત ડિઝલ એન્‍જિન પીચ રોલર, એક 750 કિલોગ્રામની ક્ષમતા સાથેનું મેન્‍યુઅલ પીચ રોલર, એક 300 કિલોગ્રામની ક્ષમતા સાથેનું હાથ સંચાલિત પીચ રોલર, એક ઝાકળને સૂકવવાવાળું રોલર, એક મોપિંગ મશીન અને 3 ઈલેક્‍ટ્રીક ઘાસ કાપવાનું મશીન સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમના ગ્રાઉન્‍ડની જાળવણી માટે આપવામાં આવ્‍યું છે.
દાનહના પીડીએ વિભાગ દ્વારા ઉપકરણોની સાથે સાથે તેના યોગ્‍ય સંચાલન માટે પ્રશિક્ષિત શ્રમશક્‍તિ પણ પ્રદાન કરવામાં આવી છે. આ ઉપકરણોથી પ્રશાસનને સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ અને ગ્રાઉન્‍ડની જાળવણી માટે ખુબ જસરળતા રહેશે. સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે રમતનો અભ્‍યાસ કરતા યુવાનો માટે પણ હવે રમત પહેલાં લેવાતી તકેદારીના સમયમાં ઘટાડો થવાથી તેમને પ્રેક્‍્‌ટીસ કરવા માટે પણ વધુ સમય મળશે.
અત્રે નોંધનીય છે કે, સાયલી સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડનો રખરખાવ પ્રથમ કક્ષાના વ્‍યવસાયી ઉપકરણોથી થવાના કારણે આવતા દિવસોમાં અહીં નેશનલ અને ઈન્‍ટરનેશનલ મેચો રમાડવાનું સૌભાગ્‍ય પણ પ્રદેશને મળી શકે છે.

Related posts

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

વાપીમાં હેડફોન લગાવી રેલવે ટ્રેક ક્રોસ કરતા વિદ્યાર્થીનું ટ્રેન અડફેટમાં મોત

vartmanpravah

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

રેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment