Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા આયોજીત સાયકલ રેલીને મળેલું પ્રચંડ સમર્થનઃ સાયકલ ટુ વર્ક એપ્‍લીકેશનનું પણ થયેલું લોન્‍ચિંગ

સાયકલ દ્વારા ઉદ્યોગો અને સરકારી કચેરીમાં નોકરીએ જવાનો શરૂ થયેલો ટ્રેન્‍ડઃ સ્‍માર્ટ સીટી સેલવાસની પહેલને મળી રહેલું સમર્થન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
સેલવાસ ‘સ્‍માર્ટ સીટી લિમીટેડ’ દ્વારા આજે ‘વિશ્વ સાયકલ દિવસ’ નિમિત્તે સેલવાસના વિવિધ વિસ્‍તારોમાંથી સાયકલ રેલી કાઢવામાં આવી હતી અને સવારે દાનહના ઉદ્યોગોના સહયોગથી સાયકલ ટુ વર્ક એપ્‍લીકેશનનું પણ લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું હતું.
સેલવાસ ‘સ્‍માર્ટ સીટી લિમીટેડ’ના સી.ઈ.ઓ. સુશ્રી ચાર્મી પારેખ દ્વારા સાયકલ સવારીને ઉત્તેજન આપવા શરૂ કરેલી પહેલનું સાર્થક પરિણામ મળતું દેખાઈ રહ્યું છે. ઘણાં સાયકલ દ્વારા ઉદ્યોગો અને સરકારી કચેરીઓમાં જઈ રહ્યા છે. જેના કારણે પ્રદૂષણ ઉપર અંકુશ આવવાની સાથે સાયકલ ચાલકોના આરોગ્‍ય ઉપર પણ હકારાત્‍મક અસર દેખાશે.
આજે સાંજે ઝંડાચોક સ્‍કૂલ, ભસતા ફળિયા સહિત વિવિધ સોસાયટીઓમાંથી સાયકલ રેલી કાઢવામાં આવી હતી. જ્‍યારે ગ્રામ્‍યવિસ્‍તારમાં સામરવરણી ગાર્ડન સીટી સોસાયટી ખાતે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્મા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે લીલી ઝંડી બતાવી સાયકલ રેલીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. જ્‍યારે ઝંડાચોક સ્‍કૂલ પાસેથી સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડના સી.ઈ.ઓ. સુશ્રી ચાર્મી પારેખે લીલી ઝંડી બતાવી સાયકલ રેલી રવાના કરાવી હતી. ભસતા ફળિયાથી સ્‍કાઉટ ગાઈડ દ્વારા રેલીનું પ્રસ્‍થાન કરાવાયું હતું. આ રેલી શહેરમાં ફરતા ઠેર ઠેર સાયકલ સવારો જ નજરે પડતા હતા અને લોકોને સાયકલનું મહત્‍વ પણ સમજાયું હતું. સાયકલ રેલીના સેલવાસ શહેર ભ્રમણ બાદ દમણગંગા નદી કિનારે રિવરફ્રન્‍ટ ઉપર સમાપન થયું હતું. જ્‍યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. સુશ્રી ચાર્મી પારેખે સાયકલ સવારોને પ્રોત્‍સાહિત કર્યા હતા.

Related posts

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

vartmanpravah

વાપી આનંદનગર-છરવાડા અંડરબ્રિજની ચાલતી કામગીરીને લઈ નિરંતર ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

દાનહ લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળાનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

સાસરેથી પરત ઘરે જતી વખતે ચીખલી-વાંસદા માર્ગ ઉપર સ્‍કૂલ બસ સાથે અકસ્‍માત બાદ ટાયર ફરી વળતા યુવકનું સ્‍થળ ઉપર જ મોત

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેજ ગામના છતરીયા ફળિયામાં પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથામાં મટકી ફોડી રાસ ગરબા સાથે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

vartmanpravah

Leave a Comment