October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશ

જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સંભળાવેલો ચુકાદો : લક્ષદ્વીપના સાંસદ મોહમ્‍મદ ફૈઝલ સહિત 4ને હત્‍યાના પ્રયાસના ગુનામાં 10 વર્ષની સજાઃ પ્રત્‍યેકને રૂા.1-1 લાખનો દંડ

2009ની લોકસભા ચૂંટણી દરમિયાન પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પી.એમ.સૈયદના જમાઈ પદનાથ સાલેહ ઉપર તલવાર, ચોપર, લોખંડના સળિયા, રાફટર, લાકડા વગેરેથી હૂમલો કરી જાન લેવાની કરાયેલી કોશિષના ગુનામાં સંભળાવેલો ચુકાદો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.11 : લક્ષદ્વીપની જિલ્લા અને સેશન અદાલતે આજે હત્‍યાના પ્રયાસના ગુનામાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્‍મદ ફૈઝલ સહિત ચાર આરોપીઓને 10 વર્ષની કેદ અને ચારેય દોષીઓ ઉપર એક એક લાખ રૂપિયાના દંડની સજા સંભળાવતાં સમગ્ર પ્રદેશમાં ચકચાર ફેલાઈ જવા પામી છે અને ચારેય આરોપીઓને કેરલની કન્નુર સેન્‍ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન સાંસદ મોહમ્‍મદ ફૈઝલ અને અન્‍ય (1)સૈયદ મોહમ્‍મદ નૂરૂલ અમીન (2)મોહમ્‍મદ હુસેન થંગાલ અને (3)મોહમ્‍મદ બસિલ થંગાલ પૂર્વ કેન્‍દ્રીય મંત્રી પી.એમ.સૈયદના જમાઈ પદનાથ સાલેહ ઉપર ચૂંટણી દરમિયાન ઘાતકી હથિયારો જેવા કે તલવાર, ચોપર, લોખંડના સળિયા, રાફટર,લાકડા વગેરેથી હૂમલો કરવા પહેલાં તેઓએ ઘરનો દરવાનો તોડી ગેરકાયદે રીતે અંદર પ્રવેશ્‍યા હતા. હૂમલામાં ગંભીર રીતે ઘવાયેલા પદનાથ સાલેહને એરલિફટ કરી એર્નાકુલમ કેરલ ખાતે વિશેષ સારવાર માટે લઈ જવાયા હતા. આ કેસમાં અન્‍દ્રોથ પોલીસ સ્‍ટેશને તા.17.01.2009ના રોજ આઈ.પી.સી.ની 143, 147, 342, 324, 307, 448, 427, 506 રેડ વિથ 149 કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ કરી 2016માં નામદાર અદાલત સમક્ષ ચાર્જશીટ રાખવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે સાંસદ મોહમ્‍મદ ફૈઝલે આ કેસને રાજનીતિથી પ્રેરિત ગણાવી જિલ્લા અને સેશન કોર્ટના ચુકાદાને નામદાર હાઈકોર્ટમાં પડકારવાના હોવાનું પી.ટી.આઈ. ન્‍યૂઝ એજન્‍સીને જણાવ્‍યું છે.

Related posts

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

vartmanpravah

ચીખલીના કુકેરી વાત્સલ્યધામ નજીક ખેતરમાં દીપડો લટાર મારતો જાવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

ચાર રાજ્‍યોમાં ભાજપને મળેલી પ્રચંડ જીતના પગલે દમણ-દીવની સામાન્‍ય જનતાના ઘરમાં પણ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ : વિકાસની રાજનીતિ ઉપર મતદારોની મહોર

vartmanpravah

ધરમપુર કપરાડા વિસ્‍તારની સરકારી સ્‍કૂલના 79 પટાવાળા 4 મહિનાથી પગારથી વંચિત રહેતા કલેકટરમાં ફરિયાદ કરાઈ

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment