Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ટોરેન્‍ટ પાવરે સંઘપ્રદેશ પ્રશાસન સાથે કરેલા એગ્રીમેન્‍ટનો ભંગ કરતા વીજળી વિતરણનું કાર્ય પરત લઈ લેવા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને આદિવાસી એકતા પરિષદની અરજ

પ્રભુ ટોકિયા

સરકાર અને ટોરેન્‍ટ પાવર લિમીટેડ સાથેના કરારમાં વીજળી ઉપભોક્‍તા સુધી કોઈપણ તકલીફ વગર પહોંચાડવા, ડોમેસ્‍ટિક, કોમર્શિયલ, એગ્રીકલ્‍ચર, ઔદ્યોગિક કનેક્‍શન સહિતના દરેક પ્રકારના નવા કનેક્‍શન 3 દિવસની અંદર આપવા થયેલા કરારઃ આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પ્રભુ ટોકિયાનો દાવો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03
‘દાનહ આદિવાસી એકતા પરિષદ’ દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં ટોરેન્‍ટ પાવર કંપનીને વીજળી વિતરણ કાર્ય કરવા માટે કરાર કરવામાં આવેલ એને રદ્‌ કરવા પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને લેખિતરજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્‍યા મુજબ ગત વર્ષે મોદી સરકાર દ્વારા દાનહ અને દમણ દીવ વિદ્યુત વિભાગને ખાનગી હાથોમાં સોપવાનું કામ કરવામાં આવ્‍યું છે અને તેના માટે ટોરેન્‍ટ પાવર લિમિટેડ સાથે 30 વર્ષનો કરાર કરવામાં આવેલ છે. આ કરાર માધ્‍યમ દ્વારા સરકાર અને ટોરેન્‍ટ પાવર લિમીટેડ સાથેના કરાર બાબતે નક્કી કરવામાં આવેલ છે કે કે દરેક ઉપભોક્‍તા સુધી કોઈપણ તકલીફ વગર વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે અને નવા વીજ જોડાણ જેવા કે ઔદ્યોગિક, કોમર્શિયલ, ડોમેસ્‍ટિક અને એગ્રિકલ્‍ચર દરેક પ્રકારના નવા વીજ જોડાણ ત્રણ દિવસની અંદર આપી દેવામાં આવશે. પરંતુ 01 એપ્રિલ, 2022થી ટોરેન્‍ટ પાવર લિમીટેડ દ્વારા દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિતરણનું કાર્યની જવાબદારી સંભાળી છે ત્‍યારથી જ ખાસ કરીને દાદરા નગર હવેલીમાં વીજળી વિતરણની સમસ્‍યા વધી જવા પામી છે અને કંપની દ્વારા સરકાર સાથે કરેલ કરારનામા મુજબ નિષ્‍ફળ રહી છે અને દાનહવાસીઓને સુચારૂ રીતે વીજળીનો પુરવઠો પુરો પાડવામાં કંપનીને કોઈ જ દિલચસ્‍પી હોય એવું લાગી રહ્યું નથી. કંપનીએ અત્‍યાર સુધીમાં પેન્‍ડીંગ પડેલ ઔદ્યોગિક, કોમર્શિયલ, ડોમસ્‍ટિક અને એગ્રિકલ્‍ચર માટે વીજ જોડાણ આપવા માટે કોઈ જ કાર્યવાહી કરી નથી. જેનાથી પ્રદેશનાઔદ્યોગિક વિકાસને મોટો ધક્કો લાગી રહ્યો છે અને નવા ઔદ્યોગિક વીજ જોડાણ નહીં આપવાના કારણે પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસની રફતાર ટોરેન્‍ટ પાવર લીમીટેડ દ્વારા જાણીસમજીને રોકવામાં આવી રહી છે જેથી સંઘપ્રદેશ પ્રશાસનને અનુરોધ છે કે ટોરેન્‍ટ પાવર દ્વારા ટેક્‍નિકલ સમસ્‍યાનું બહાનું બતાવી નવા ઔદ્યોગિક અને અન્‍ય વીજ જોડાણ ફાળવવામાં આવતા નથી, જેની સચોટ તપાસ કરાવવામાં આવે.
ઉપરાતં ફક્‍ત એક મહિનાની અંદર જ વીજળીના દરોમાં સરચાર્જના નામે ઘરેલું અને ઔદ્યોગિક વિદ્યુત દરોમાં અનિયમિતતાપૂર્વક સંયુક્‍ત વિદ્યુત નિયામક આયોગની પરમીશન વગર જ સરચાર્જ કેવી રીતે લગાવવામાં આવી રહ્યો છે જે પુરી રીતે ગેરકાનૂની છે. કંપની દ્વારા અત્‍યાર સુધી દાનહમાં જે રીતે વીજળી દરોમાં વધારે ચાર્જના નામે વધારો કરવામાં આવ્‍યો છે એની કાનૂની પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં આવેલ નથી. ઘણાં ગ્રાહકોના બિલમાં બેગણો વધારો કરી બિલ આપવામાં આવેલ છે. સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનો કબ્‍જો જ્‍યારથી પોતાના તાબામાં લીધો છે ત્‍યારથી પ્રદેશના કેટલાક વિસ્‍તારમાં વારંવાર વીજળી પણ ખોટકાઈ રહી છે, એનું નિરાકરણ પણ કરી રહ્યા નથી. વળી ટોરેન્‍ટ પાવરના અધિકારી સામાન્‍ય જનતા સાથે અભદ્ર વ્‍યવહાર કરતા હોવાની પણફરિયાદો ઉઠી રહી છે અને કંપનીએ પોતાની કાર્યક્ષમતાથી બતાવી દીધું છે કે તેઓ સરકાર દ્વારા કરવામાં આવેલ કરારને લાગુ કરવામાં સંપૂર્ણ રીતે નિષ્‍ફળ રહ્યા છે. જેથી કેન્‍દ્રની મોદી સરકાર દ્વારા કરવામાં આવેલ એગ્રીમેન્‍ટ ફોર વાયલેશનના આધાર માની કંપની દ્વારા કરવામાં આવેલ વિતરણ કરારને રદ્‌ કરવામાં આવે અને તાત્‍કાલિક ધોરણે ટોરેન્‍ટ પાવર લિમીટેડ પાસેથી વીજ વિતરણનું કાર્ય દાદરા નગર હવેલી વિદ્યુત વિતરણ નિગમને પરત સોંપવામાં આવે એ માટે આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી પ્રભુ ટોકીયાએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને ટોરેન્‍ટ પાવર લિમીટેડ સાથેનો કરાર રદ્‌ કરવા નિવેદન કર્યું છે.

Related posts

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે ન્‍યુક્‍લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.ના ડે.જનરલ મેનેજર અમૃતેશ શ્રીવાસ્‍તવનું લોકપ્રિય વિજ્ઞાન વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

વાપી હાઈવે હોટલમાં પીધેલાઓએ બે ફૂટનો વરંડો તોડી બીએમડબલ્‍યુ કારને ઘૂસાડી દીધી

vartmanpravah

સેલવાસના રીંગ રોડ પર રોકડ સહિત ડોક્‍યુમેન્‍ટની ચોરીની ખોટી ફરિયાદ નોંધાવનાર સામે પોલીસે હાથ ધરેલી કાયદાકીય કાર્યવાહી

vartmanpravah

દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રીજ પરથી અજાણ્‍યા યુવાને ઝંપલાવી દેતાં ઘટના સ્‍થળ પર જ નિપજેલું મોત

vartmanpravah

દમણમાં મૂન સ્ટારના શોરૂમ પર જીઍસટીનો દરોડો

vartmanpravah

Leave a Comment