Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

  1. આદિવાસી બહુમતિ ધરાવતી દમણની જિલ્લા અને ગ્રામ પંચાયતોમાં કાયમી ધોરણે અનુ.જનજાતિની બેઠક જિ.પં. સભ્‍ય અને સરપંચ માટે અનામત રાખવા પણ રજૂ થયેલો પ્રસ્‍તાવ

  2. મોટી દમણના ઝરી ખાતે રોડના વિસ્‍તૃતિકરણ દરમિયાન કાઢી નાંખવામાં આવેલ પીવાના પાણીની પાઈપલાઈન હજુ નહીં લગાડાતા મોટાભાગના લોકો પાણીવિહોણાં બની જતાં ઘણાંએ વ્‍યાજે પૈસા લઈને બોરવેલ ખોદાવવા મજબૂર બનવા પડયું હોવાની પણ દર્શાવવામાં આવેલી લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16
દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયાના અધ્‍યક્ષસ્‍થાને મળેલ કારોબારીસમિતિની બેઠકમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા પ્રસ્‍તાવ પસાર કરવામાં આવ્‍યો હતો. તદ્‌ઉપરાંત દમણ જિલ્લાની જે ગ્રામ પંચાયતોમાં અનુ.જનજાતિ(આદિવાસી) સમુદાયની બહુમતિ છે તે ગ્રામ પંચાયતોના સરપંચ અને જિલ્લા પંચાયત સભ્‍યની બેઠક કાયમ માટે અનુ.જનજાતિ માટે આરક્ષિત રાખવા પણ રજૂઆત કરાઈ હતી.
દમણ નગરપાલિકામાં અનુ.જાતિની વસતી લગભગ તમામ વોર્ડોમાં હોવા છતાં એક પણ બેઠક આરક્ષિત નથી. તેથી અનુ.જાતિના પ્રતિનિધિત્‍વ માટે દમણ ન.પા.માં એક બેઠક રોટેશન પ્રમાણે અનુ.જાતિ માટે આરક્ષિત રાખવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાની દમણ બિબ્‍લોસથી સી-ફેસ સુધીના જર્જરિત બનેલા રોડ ઉપર વરસાદ પહેલાં મરામત કરવા પણ સૂચન કરાયું હતું. દમણ જિલ્લાના સોમનાથથી પાવર હાઉસ, કચીગામથી રીંગણવાડા રસ્‍તાની પણ વહેલી તકે મરામત માટે પ્રશાસન સમક્ષ રજૂઆત કરવા પણ પ્રસ્‍તાવ પસાર કરાયો હતો. દરમિયાન ઝરી ખાતે રોડના વિસ્‍તૃતિકરણ દરમિયાન કાઢી નાંખવામાં આવેલ પીવાના પાણીની પાઈપલાઈન હજુ નહીં લગાડાતા મોટાભાગના લોકો પાણીવિહોણાં બની જતાં ઘણાંએ વ્‍યાજે પૈસા લઈને બોરવેલ ખોદાવવા મજબૂર બનવા પડયું હોવાની લાગણી દર્શાવવામાં આવી હતી.

Related posts

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે  શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો

vartmanpravah

નવસારી લોકસભા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ મજબૂત દાવેદાર

vartmanpravah

નરોલી ધાપસા પાસે કેમિકલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા ટવેરા અને બાઈક ચપેટમાં આવતા 6થી વધુ લોકોને ગંભીર ઈજા

vartmanpravah

પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્‍કર ખાબકયું: ટેન્‍કરની કેબીન પાણીમાં ગરકાવ

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાંથી 39 ખેલાડીઓની કરવામાં આવેલી પસંદગી

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment