January 28, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

લોકસભા ચૂંટણીના આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં રૂા.67300ની રોકડ અને રૂા.36,220ની કિંમતનો દારૂ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના ભાગરૂપે સંઘપ્રદેશ ચૂંટણી વિભાગ દ્વારા તત્‍પરતા સાથે નજર રાખવા વિવિધ સ્‍થળોએ ફલાઈંગ સ્‍કવોર્ડ સહિતની સર્વેલન્‍સ ટીમોની તૈનાતી કરવામાં આવી છે. આગામી તા.7મી મે, 2024ના રોજ ગુજરાત સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મતદાન થવાનું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં સતર્કતાના ભાગરૂપે કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેમાં રોકડ અને દારૂ-બિયરની તસ્‍કરી તથા ચૂંટણીના સમયે તેના વિતરણ ઉપર રોક લગાવવા માટે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા તા.5મી એપ્રિલ, 2024થી સ્‍ટેટિક મોનિટરીંગ ટીમો(એસ.એસ.ટી.) પણ જુદા જુદા ચેકપોસ્‍ટ અને અન્‍ય સ્‍થળોએ તૈનાત કરવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા નિષ્‍પક્ષ, પારદર્શક, મુક્‍ત, ન્‍યાયી અને તટસ્‍થ ચૂંટણી યોજાય તેમજ નિヘતિ કરાયેલા નીતિ-નિયમોનું ઉલ્લંઘન નહીં થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક અઠવાડિયામાં ફલાઈંગ સ્‍કવોર્ડ, સર્વેલન્‍સ ટીમ દ્વારા વિવિધસ્‍થળોએ સઘન ચેકિંગ દરમિયાન 36,220 રૂપિયાની કિંમતનો 156.62 લીટર દારૂ પકડી તેને જપ્ત કર્યો હતો. એજ પ્રમાણે વિવિધ સ્‍થળોએથી તપાસ દરમિયાન રૂા.67300 રોકડા પણ જપ્ત કરવામાં આવ્‍યા છે.
16મી માર્ચના ચૂંટણીની જાહેરાત થઈ ત્‍યારથી અત્‍યાર સુધી વિવિધ જગ્‍યાએથી તપાસ દરમિયાન લગભગ 35.24 લાખની રોકડ અને લગભગ 16.84લાખનો દારૂ જપ્ત કરાયો છે. દમણ જિલ્લા પ્રશાસને આ બાબતે સખત પગલાં ભરતાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદો નોંધી જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આદર્શ આચાર સંહિતા દરમિયાન સમગ્ર જિલ્લામાં 50 હજાર રૂપિયાથી વધુ રકમ અને 10 હજાર રૂપિયાથી વધુનો નવો સામાન લઈ જવાની પરવાનગી આપવામાં આવેલ નથી. તેથી લોકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ ચૂંટણી સમય દરમિયાન આદર્શ આચારસંહિતાના નક્કી કરાયેલા નીતિ-નિયમોનું પાલન કરે અને તેમની પ્રવૃત્તિઓને ગેરકાનૂની રીતે ન કરે.

Related posts

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલા પ્રકરણમાં જીતુ પટેલ અને જિ.પં. સભ્‍ય મિતેશની ધરપકડ

vartmanpravah

ભારત રામરાજ્‍યની તરફઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ

vartmanpravah

ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન-2025-‘26 ‘સબકા સાથ, સબકા વિકાસ’ અંતર્ગત સોમનાથ ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભામાં કંપની કંપનીએ હપ્તા ઉઘરાવવા જવાનો સમય મળે પરંતુ લોકોની સમસ્‍યા દૂર કરવા માટે સમય નથીઃ સોમનાથ આગેવાન ઈશ્વરભાઈ પટેલનો સોમનાથ ગ્રા.પં.ના સરપંચ અને જિ.પં.સભ્‍યોને સોંસરો પ્રશ્ન

vartmanpravah

પારડીમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દ્વારા આયોજિત શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું કરાયું સમાપન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

Leave a Comment