December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા ગામના ઉદ્યોગપતિ ગુમ થતાં ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીના દાદરા ગામે રહેતા અને કંપનીના સંચાલક પોતાના ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના નીકળી ગયા હતા જેઓને પરિવારના સભ્‍યો દ્વારા શોધખોળ કર્યા બાદ પણ નહીં મળી આવતા દાદરા પોલીસ સ્‍ટેશનમાં ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર મિનેશ ચંદ્રકાંત ઠક્કર (ઉ.વ.60) હાલ રહેવાસી પાલી કોર્નર, દાદરા. મુળ રહેવાસી ઓવેસીસ રોયલ, થાણા વેસ્‍ટ. જેઓ એમના પુત્ર સાથે દાદરામા કંપની ચલાવે છે અને અવર જવર માટે ગાડીનો ઉપયોગ કરે છે. જેઓ 27 એપ્રિલના રોજ કંપનીમાંથી ડ્રાઇવરને લેવા માટે બોલાવવાની જગ્‍યાએ રિક્ષામા બેસી નીકળી ગયા હતા. પરંતુ કંપની પર નહીં પહોંચતા એમના પુત્રએ ડ્રાઇવરને પૂછતા જણાવ્‍યું કે આજે મને લેવા જવા માટે સાહેબનો કોઈ જ ફોન આવ્‍યો ન હતો. ત્‍યારબાદ મિનેશભાઈની આજુબાજુમાં તેમજ સગાવાળાને ત્‍યાં પણ તપાસ કરેલ પણ મળી આવેલ નહિ જેથી એમના પુત્રએ દાદરા પોલીસ સ્‍ટેશનમા ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. મિનેશભાઈ અંગ્રેજી, મરાઠી, હીન્‍દી, કચ્‍છી અને ગુજરાતી ભાષા જાણે છે. એમણે લાલ અને ભૂરા કલરનું હાફ બાઇનું શર્ટ અને કાળા કલરનુ ટ્રાઉઝર પહેરેલ છે. મિનેશભાઈ અંગેકોઈને કોઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ કંટ્રોલ રૂમ અથવા દાદરા આઉટપોસ્‍ટનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

75 વર્ષ પૂરા કરનાર સભાસદોનું સન્માન કરી વલસાડમાં સ્વતંત્રતા પર્વનો અમૃત મહોત્સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે આઈકોનિક વીકની ઉજવણી સંપન્ન

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

ચીખલીમાં નાકોડા જવેલર્સ લૂંટના ગુનાનો મુખ્‍ય આરોપી 8-વર્ષ બાદ ઝડપાયો

vartmanpravah

Leave a Comment