October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

  1. આદિવાસી બહુમતિ ધરાવતી દમણની જિલ્લા અને ગ્રામ પંચાયતોમાં કાયમી ધોરણે અનુ.જનજાતિની બેઠક જિ.પં. સભ્‍ય અને સરપંચ માટે અનામત રાખવા પણ રજૂ થયેલો પ્રસ્‍તાવ

  2. મોટી દમણના ઝરી ખાતે રોડના વિસ્‍તૃતિકરણ દરમિયાન કાઢી નાંખવામાં આવેલ પીવાના પાણીની પાઈપલાઈન હજુ નહીં લગાડાતા મોટાભાગના લોકો પાણીવિહોણાં બની જતાં ઘણાંએ વ્‍યાજે પૈસા લઈને બોરવેલ ખોદાવવા મજબૂર બનવા પડયું હોવાની પણ દર્શાવવામાં આવેલી લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16
દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયાના અધ્‍યક્ષસ્‍થાને મળેલ કારોબારીસમિતિની બેઠકમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા પ્રસ્‍તાવ પસાર કરવામાં આવ્‍યો હતો. તદ્‌ઉપરાંત દમણ જિલ્લાની જે ગ્રામ પંચાયતોમાં અનુ.જનજાતિ(આદિવાસી) સમુદાયની બહુમતિ છે તે ગ્રામ પંચાયતોના સરપંચ અને જિલ્લા પંચાયત સભ્‍યની બેઠક કાયમ માટે અનુ.જનજાતિ માટે આરક્ષિત રાખવા પણ રજૂઆત કરાઈ હતી.
દમણ નગરપાલિકામાં અનુ.જાતિની વસતી લગભગ તમામ વોર્ડોમાં હોવા છતાં એક પણ બેઠક આરક્ષિત નથી. તેથી અનુ.જાતિના પ્રતિનિધિત્‍વ માટે દમણ ન.પા.માં એક બેઠક રોટેશન પ્રમાણે અનુ.જાતિ માટે આરક્ષિત રાખવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાની દમણ બિબ્‍લોસથી સી-ફેસ સુધીના જર્જરિત બનેલા રોડ ઉપર વરસાદ પહેલાં મરામત કરવા પણ સૂચન કરાયું હતું. દમણ જિલ્લાના સોમનાથથી પાવર હાઉસ, કચીગામથી રીંગણવાડા રસ્‍તાની પણ વહેલી તકે મરામત માટે પ્રશાસન સમક્ષ રજૂઆત કરવા પણ પ્રસ્‍તાવ પસાર કરાયો હતો. દરમિયાન ઝરી ખાતે રોડના વિસ્‍તૃતિકરણ દરમિયાન કાઢી નાંખવામાં આવેલ પીવાના પાણીની પાઈપલાઈન હજુ નહીં લગાડાતા મોટાભાગના લોકો પાણીવિહોણાં બની જતાં ઘણાંએ વ્‍યાજે પૈસા લઈને બોરવેલ ખોદાવવા મજબૂર બનવા પડયું હોવાની લાગણી દર્શાવવામાં આવી હતી.

Related posts

ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા

vartmanpravah

મધ્‍ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્‍થાન રાજ્‍યોની ચૂંટણીના પરિણામમાં ભાજપને મળેલ ઐતિહાસિક વિજય અને પ્રચંડ જન સમર્થનથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પણ વિકાસ અને સુશાસનની રાજનીતિનો જયઘોષ

vartmanpravah

ચીખલીના મજીગામમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગને જોડતા લિંક રોડ સ્‍થિત મોતને આમંત્રણ આપી રહેલ ફયુઝ વગરની ખુલ્લી ડીપી

vartmanpravah

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

પારડી ડુમલાવથી અતુલ કંપનીમાં નોકરીએ જતી મહિલાનું ખરાબ રસ્‍તાથી મોપેડ સ્‍લીપ ખાતા સારવારમાં મોત

vartmanpravah

આખરે દાનહના ખરડપાડા ખાતે આદિવાસીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

Leave a Comment