October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ જિલ્‍લા કોર્ટે પોકસો એક્‍ટના કેસમાં આરોપી હનુમંત મહાદુ દરોડેને 20 વર્ષની કેદ અને રૂા.બે હજાર રોકડના દંડની ફટકારેલી સજા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સેલવાસની જિલ્લા કોર્ટમાં પોકસો એક્‍ટના એક આરોપીને 20 વર્ષની કેદ અનેરૂા.બે હજારના રોકડ ભરવાની સજા સંભળાવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં વર્ષ 2022માં આરોપી હનુમંત મહાદુ દરોડેએ 17 વર્ષની સગીરનું અપહરણ અંગેની ફરિયાદ સગીરાના પિતાશ્રી દ્વારા નોંધવામાં આવી હતી. તપાસ દરમ્‍યાન સાક્ષીઓના નિવેદન અને ટેક્‍નીકલ વિશ્‍લેષણ મુજબ આરોપીને મહારાષ્‍ટ્રના નાસિક ખાતેથી સગીર પીડિતા સાથે શોધી કાઢવામાં આવ્‍યો હતો. પીડિતાના નિવેદનના આધારે સી.આર.પી.સી. 161 અને 164 કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સગીરાના નિવેદન મુજબ આરોપીએ લગ્ન અને પ્રેમના બહાને એની સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધ્‍યા હતા. પીડિતાની જરૂરી તબીબી તપાસ કરવામાં આવ્‍યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી વિરુદ્ધ પોક્‍સો એક્‍ટ 2012ની આઇ.પી.સી.ની કલમ 363, 366 અને 576 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો જેના આધારે આજે સેલવાસની જિલ્લા કોર્ટમાં કેસની સુનાવણી કરતા ફરિયાદી તરફના એડવોકેટ શ્રીમતી નિપુણા એમ.રાઠોડની ધારદાર દલીલને ગ્રાહ્ય રાખ્‍યા બાદ સ્‍પેશિયલ જજ અંડર પોક્‍સો એક્‍ટ શ્રીમતી એસ.એસ.સપતનેકર દ્વારા આરોપી હનુમંત મહાદુ દરોડેને 20 વર્ષની સખત કેદ અને બે હજાર રૂપિયા રોકડના દંડની સજા અને દંડ નહીં ભરે તો વધુ એક મહિનાની સાદી કેદનીમહત્‍વપૂર્ણ સજા સંભળાવવામાં આવી હતી.

Related posts

સેલવાસ ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્‍કૃત્‍ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલ

vartmanpravah

કપરાડા કુંભઘાટ ઉપર બે ટ્રક પલટી મારી જતા ટ્રાફિક જામઃ કુંભઘાટ મોતનો ઘાટ બની રહ્યો છે

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન આયોજીત ક્રિકેટ મેચ ટુર્નામેન્‍ટનો સમાપન કાર્યક્રમ યોજાયો : શ્રી શ્‍યામ ઈલેવન ફાઈનલ વિજેતા

vartmanpravah

નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment