December 22, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્‍દ્રભાઈ મોદીની દેશના પ્રધાનમંત્રી બનાવવાનો જુવાળ હતો

કોંગ્રેસની ટિકિટના દાવેદાર તત્‍કાલિન પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ વિશાલભાઈ ટંડેલની જગ્‍યાએ કોંગ્રેસ હાઈકમાન્‍ડે કેતનભાઈ પટેલ ઉપર ભરોસો મુકી આપી હતી ટિકિટ

આ ચૂંટણીમાં આપ અને બસપાને નોટામાં પડેલા મતોકરતા પણ ઓછા મત મળ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : 2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે શ્રી લાલુભાઈ પટેલની ફરી વરણી કરી હતી. આ વખતે દેશમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટેનો જુવાળ હતો.
2009ની ચૂંટણીમાં ખુબ જ ખરાબ રીતે હારેલા શ્રી ડાહ્યાભાઈ પટેલના સ્‍થાને તેમના સુપુત્ર શ્રી કેતનભાઈ પટેલને કોંગ્રેસના ઉમેદવાર બનાવાયા હતા. તત્‍કાલિન પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલ કોંગ્રેસની ટિકિટના પ્રબળ દાવેદાર હતા. પરંતુ તેમને ટિકિટ નહીં આપી શ્રી કેતનભાઈ પટેલ ઉપર કોંગ્રેસે ભરોસો મુક્‍યો હતો.
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના શ્રી લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ વચ્‍ચે સીધી સ્‍પર્ધા હતી. અન્‍ય જે ઉમેદવાર હતા તે આપ પાર્ટીના શ્રી કેસુર ગોવન અને બસપાના શ્રી ભાવેશ પટેલનો સમાવેશ થતો હતો. આ ચૂંટણીમાં આ બંને ઉમેદવારો કરતા નોટામાં વધુ મત પડયા હતા. નોટામાં 1316 મત નોંધાયા હતા. જ્‍યારે આપ પાર્ટીના શ્રી કેસુર ગોવનને માત્ર 729 અને બસપાના શ્રી ભાવેશ પટેલને ફક્‍ત 490 મત મળ્‍યા હતા.
આ ચૂંટણીમાં શ્રી લાલુભાઈ પટેલને કુલ 87,233ના થયેલા મતદાનમાં 46,960 મત મળ્‍યા હતા. જ્‍યારે શ્રી કેતનભાઈ ડાહ્યાભાઈ પટેલને 37,738 મત મળતાં શ્રીલાલુભાઈ પટેલનો 9222 મતે ભવ્‍ય વિજય થયો હતો.(ક્રમશઃ)

Related posts

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

ડ્રગ્‍સકંટ્રોલ ડિપાર્ટમેન્‍ટે  દાનહના સેલવાસ નજીક વગર લાયસન્‍સે દવાનું વેચાણ કરતા બે મેડિકલ દુકાન ઉપર પાડેલો દરોડો

vartmanpravah

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

vartmanpravah

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

vartmanpravah

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment