April 22, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણમાં 2004ના 3જી ઓગસ્‍ટે આવેલા ભયાનક પૂરથી સત્તાના કાંગરા ખરવાની શરૂઆત થઈ હતી

2005ની દમણ-દીવ જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ પ્રદેશના રાજકારણે પણ બદલેલી કરવટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : 3જી ઓગસ્‍ટ, 2004ના રોજ દમણમાં ભયાનક પૂર આવતાં નાની દમણ માર્કેટથી ખારાવાડ, ખારીવાડ, વરકુંડ, મીટનાવાડ સહિતના વિસ્‍તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. તે સમયે વરકુંડ ખાતે આવેલા ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
પૂર પ્રકોપના કારણે અસરગ્રસ્‍ત બનેલા લોકોએ તત્‍કાલિન સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલ સામે મદદની નજર નાંખી હતી અને તે સમયની કોંગ્રેસ સરકાર અસરગ્રસ્‍તોને કોઈ રાહત પેકેજ જાહેર કરશે એવી માંગણી પણ લોકોમાં પ્રગટ થઈ હતી. પરંતુ સરકારના બહેરા કાને માંગણીઓ અથડાઈ હતી અને લોકોએ પોતાની જાતમહેનતે બેઠા થવાનો પુરૂષાર્થ શરૂ કર્યો હતો.
દમણ અને દીવમાં યુવા નેતા શ્રી કેતનભાઈ પટેલ અને શ્રી વિશાલભાઈ ટંડેલની સાથે નવા નેતા તરીકે દલવાડાના શ્રી નવિનભાઈ પટેલનો પણ જન્‍મ થયો હતો. 2005માં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં શ્રી નવિનભાઈ પટેલનો પણ નેત્રદિપક વિજયથયો હતો. તેમને જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના અધ્‍યક્ષ પદની ઈચ્‍છા હતી. પરંતુ જિલ્લા પંચાયતના નવા સુકાની બનેલા શ્રી કેતનભાઈ પટેલે તેનાથી વિપરીત જઈ શ્રી નવિનભાઈ પટેલની અવગણના કરવાનું શરૂ કર્યું અને પાછળથી આ અવગણનાએ ખુબ મોટું વિકરાળ સ્‍વરૂપ પકડયું હતું. (ક્રમશઃ)

Related posts

નાણાંમંત્રીના હસ્તે વાપી નગરપાલિકાના રૂ. ૩૯.૩૧ કરોડના વિકાસકાર્યોનું કરાયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

દારૂની હેરાફેરી અંગે સુરત પલસાણાનો પોલીસ કોન્‍સ્‍ટેબલ બુટલેગર બન્‍યો

vartmanpravah

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વરસાદના વિઘ્‍ન વચ્‍ચે વાપી વિસ્‍તારમાં નવરાત્રિની પુરજોશમાં શરૂ થયેલી તૈયારીઓ

vartmanpravah

વલસાડમાં જિલ્લા બહારના શિક્ષકોના યોજાયેલ બદલી કેમ્‍પમાં અન્‍યાય થતા શિક્ષકોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment