દમણવાડા ખાતે યોજાઈ ભાજપની ચૂંટણી સભા : પ્રદેશ ભાજપ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલે પ્રદેશના થયેલા વિકાસની આપેલી વિસ્તારથી સમજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૧ : દમણ અને દીવ લોકસભા ચૂંટણી માટે આજે દમણવાડા મંડળ ખાતે યોજાયેલ જાહેર સભામાં પ્રદેશ ભાજપ સહ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ચૂંટણી દેશ કોને સોîપવો તે નક્કી કરવાની ચૂંટણી છે. આ ચૂંટણી દમણ કોને સોંપવું તેની નથી. તેમણે છેલ્લા આઠ-દશ વર્ષમાં દમણ અને દીવના થયેલા અભૂતપૂર્વ વિકાસની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવતા દિવસોમાં દમણ અને દીવનું નામ દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઝળહળતું થવાનું છે.
દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે ઉપસ્થિત જનમેદનીને ભરોસો આપતાં જણાવ્યું હતું કે, ભાજપની ટિકિટ મને નથી મળી પરંતુ આપ તમામને મળી છે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે મતદાન કરી પ્રચંડ બહુમતિથી આ બેઠક જીતી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવાની છે.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે દમણ અને દીવના થયેલા વિકાસની વિસ્તારથી સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે દરેક ક્ષેત્રે વિકાસ થયો છે. કોઈ ઍવું કામ બાકી રહ્નાં નથી કે જે દશ વર્ષમાં નહીં થયું હોય. તેમણે શ્રી લાલુભાઈ પટેલની તરફેણમાં કમળને મત આપવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ અને દમણ-દીવ લોકસભા બેઠકના કન્વીનર શ્રી નવિનભાઈ પટેલે પોતાનું જાશપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવીઍ પણ પ્રાસંગિક ઉદ્બોધન કયુ* હતું. આ કાર્યક્રમમાં ઉપ સરપંચ શ્રી મિલન પટેલ, પૂર્વ સરપંચ શ્રી ઈશ્વરભાઈ પટેલ, ભામટી પ્રગતિ મંડળના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ દમણિયા અને તેમની ટીમ, દમણ વિદ્યુત વિભાગના પૂર્વ સહાયક ઍન્જિનિયર શ્રી અનિલભાઈ દમણિયા સહિત મોટી સંખ્યામાં દમણવાડા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્ના હતા.