April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી લોકસભા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ મજબૂત દાવેદાર

કોંગ્રેસ મોવડી મંડળ સ્‍થાનિક કે પછી આયાતી ઉમેદવાર પર પસંદગીનો
કળશ ઢોળશે તેના પર તમામની નજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.21: નવસારી લોકસભાની બેઠક ઉપર ભાજપમાં વર્તમાન સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલને રિપીટ કરવામાં આવ્‍યા છે. ગત ચૂંટણીમાં તેઓ રેકર્ડબ્રેક સરસાઈથી જીત્‍યા હતા અને હાલની ચૂંટણીમાં ગત ચૂંટણી કરતા પણ વધુ રેકર્ડબ્રેક સરસાઈથી જીતવાના દાવા કરાઈ રહ્યા છે. તેવામાં કોંગ્રેસમાં સી.આર.પાટીલ સામે મજબૂતાઈ થી લડી શકે તેવા મજબૂત ઉમેદવાર ઉતારવાના સ્‍થાને અસમંજસની સ્‍થિતિ જોવા મળી રહી છે.
કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસોથી આયાતી ઉમેદવાર ઉતારવાની પણ ચર્ચા ચાલી રહી છે. જેમાં નારાજગી સાથેવિરોધનો સૂર ઉભો થવા પામતા કાર્યકરો પણ મુંઝવણ ભરી સ્‍થિતિમાં મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સ્‍થાનિક ઉમેદવારની જ માંગ પ્રબળ જોવા મળી રહી છે.
વધુમાં નવસારીની બેઠક ઉપર મૂળ ચીખલીના હાલે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ નગીનભાઈ પટેલ પણ મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. શૈલેષભાઇ કોળી સમાજમાં પણ સક્રિય હોવા સાથે યુવાન હોય અને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ખેડૂતોને અન્‍યાય થવાની વાત હોય કે સળગતા પ્રશ્નો તેઓ મજબૂતાઈ થી ઝંપલાવતા આવેલ છે અને સતત લોકોની પડખે રહેતા શૈલેષ પટેલ જે સમાજમાંથી આવે તે કોળી સમાજના 3.50 લાખ આસપાસના મતદારો છે. વધુમાં કોળી સમાજના મહત્તમ લોકો અત્‍યાર સુધી ભાજપને પડખે રહેતા આવ્‍યા છે. તેવામાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં જિલ્લા પંચાયત અને ગણદેવી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે કોળીને સ્‍થાન આપવામાં આવ્‍યું ન હતું. તેવામાં કોંગ્રેસમાં કોળી અને સ્‍થાનિક ઉમેદવારનો લાભ પણ શૈલેષભાઈને મળી શકે અને તેમ થાય તો સી.આર.પાટીલની સરસાઈ પર પણ અસર થઈ શકે. જોકે રેકર્ડબ્રેક સરસાઈથી જીતવાની હોડમાં સામા પક્ષે નબળા અને આયાતી ઉમેદવાર આવે તેવો કારસો પણ રચવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

Related posts

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો ચોરીનો આરોપી કલસર ચેકપોસ્‍ટથી ઝડપાયો

vartmanpravah

જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે દરેક તાલુકાઓમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા 835 પિધ્‍ધડો ઝડપાયા

vartmanpravah

ચીખલીના કુકેરી સહિતના ગામોમાં ભારતમાલા પ્રોજેક્‍ટ અંતર્ગત: સુરત-નાસિક-અહમદનગર હાઈવેની જમીન સંપાદન માટે ખેડૂતોની વાંધા અરજીઓ સાંભળ્‍યા પૂર્વે જ 7/12 ના ઉતારામાં ફેરફાર નોંધા પાડી દેવાતા ખેડૂતોમાં તંત્ર સામે રોષ

vartmanpravah

દિપાવલીના પાવન પર્વ પર નિરાધાર પરિવારોને માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment