December 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા પ્રમુખ અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપની કારોબારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ 8 વર્ષ દરમિયાન દમણ જિલ્લામાં થયેલા વિકાસની રજૂ કરાયેલી ગાથા

દમણ જિલ્લાના લગભગ તમામ લોકોને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિવિધ યોજનાઓ અને સેવાઓનો સીધો અને પરોક્ષ રીતે મળેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.16
દમણ જિલ્લા ભાજપની પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયાના અધ્‍યક્ષસ્‍થાને દાભેલની હોટલ હની ગાર્ડન ખાતે મળેલ કારોબારી બેઠકમાં મોદી સરકારના સફળ 8 વર્ષ દરમિયાના દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં થયેલા વિકાસ અને વિવિધ યોજનાઓનો લાભાર્થી સુધી પહોંચેલા ફળની બાબતમાં વિસ્‍તારથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લાના મોટાભાગના લોકોને ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળ્‍યો છે. દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં મોટાભાગના ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સમ્‍માન નિધિ અંતર્ગત વર્ષે રૂા.6000 પહોંચી રહ્યા છે. વિધવા, વૃદ્ધ અને દિવ્‍યાંગ પેન્‍શનના લાભાર્થીઓની સંખ્‍યા પણ ઘણી વધુ છે. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગરીબ કલ્‍યાણલક્ષી યોજના અને દીર્ઘદૃષ્‍ટિનાકારણે આ શક્‍ય બન્‍યું છે.
શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોના કારણે 21મી જૂનને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્‍યારે દમણ જિલ્લાના દરેક મંડળ સ્‍તરે ઓછામાં ઓછા બે કાર્યક્રમો કરવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, 23મી જૂને ડો. શ્‍યામા પ્રસાદ મુખર્જીની પુણ્‍યતિથિને બલિદાન દિવસ તરીકે મનાવી વિવિધ કાર્યક્રમોના આયોજનની રૂપરેખા પણ બતાવી હતી. 25મી જૂને દેશમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલ કટોકટીના દિવસને બ્‍લેક ડે તરીકે મનાવવા પણ તેમણે નિર્દેશ આપ્‍યો હતો.
આજની બેઠકમાં જિલ્લા મંત્રી શ્રી શિવ કુમારે સ્‍થાનિક પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો, જેને દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવભાઈ ભટ્ટે અનુમોદન આપ્‍યું હતું.
આજની કારોબારીમાં શિક્ષણ આરોગ્‍ય વ્‍યવસાય ખેલ તથા પ્રશાસનિક વ્‍યવસ્‍થાઓના સંબંધિત વિષયો ઉપર ચર્ચા-વિચારણાં અને સૂચનો રજૂ કરવામાં આવ્‍યા હતા. સ્‍થાનિક પ્રસ્‍તાવોને ધ્‍વનિમતથી સર્વાનુમતે પસાર કરવામાં આવ્‍યા હતા.
આજની બેઠકમાં પ્રદેશ ભાજપ મીડિયા સંયોજક શ્રી મજીદભાઈ લધાણી, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, દમણ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન જોષી, જિલ્લા ભાજપમહામંત્રી શ્રી રાજીવભાઈ ભટ્ટ અને વિમલભાઈ પટેલ, દમણ ન.પા.ના કાઉન્‍સિલર શ્રી ચંદ્રગીરી ટંડેલ, શ્રીમતી જસવિન્‍દર રણજીત સિંહ, શ્રીમતી રશ્‍મીબેન હળપતિ, શ્રીમતી અનિતા પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી બાબુભાઈ પટેલ, શ્રીમતી સિમ્‍પલબેન અમ્રતભાઈ પટેલ, શ્રીમતી ગોદાવરીબેન શીતલ પટેલ, શ્રીમતી વર્ષિકાબેન પટેલ, શ્રીમતી રીનાબેન હરિશભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ દમણિયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
કારોબારી બેઠકનું સંચાલન મહામંત્રી શ્રી રાજીવભાઈ ભટ્ટે કર્યું હતું.

Related posts

દાનહ જિલ્લા પંચાયત ભારત સ્‍કાઉટ ગાઈડની ટીમ રાજસ્‍થાનના પાલીમાં યોજાનારા કાર્યક્રમમાં પ્રતિનિધિત્‍વ કરશે

vartmanpravah

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે મહેશભાઈ ગાવિતે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન

vartmanpravah

વાપીમાં ત્રણ સ્‍થળોએ નવરાત્રિ રમઝટના આયોજન : આ વર્ષની નવરાત્રિમાં ઘણા બધા નવિન આકર્ષણ જોવા મળશે

vartmanpravah

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment