Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

છેવાડાના લોકો સુધી સરકારની વિકાસ યાત્રા નિરંતર ચાલુ જ રહેશે: ધારાસભ્ય ભરતભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.07: છેલ્લા 20 વર્ષથી ગુજરાતની વિકાસયાત્રા નિરંતર ચાલી રહી છે. પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓથી ગુજરાત ચારેય દિશામાં રોલ મોડલ બનીને ઉભરી રહ્યું છે ત્યારે સરકારના વિકાસ કાર્યોની મહેક જન જન સુધી પહોંચે તે માટે નીકળેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા ત્રીજા દિવસે વલસાડ તાલુકાના ધમડાચી ગામે મેઘરાજાની શાહી સવારીની સાથે આવી પહોંચી હતી. વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલના હસ્તે લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વલસાડના ધમડાચી ગામે માતા વૈષ્ણોદેવી મંદિરના પટાંગણમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. રાજ્ય સરકારની વિવિધ યોજના અને વિકાસના કામોની સિદ્ધિનું વર્ણન કરતા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, 15માં નાણાં પંચ અને 15 ટકા વિવેકાધીન ગ્રાંટ સરકાર દ્વારા અપાતા વિકાસના કાર્યો પુરજોશમાં ચાલી રહ્યા છે. આ જ રીતનો નિરંતર વિકાસ આવનારા વર્ષોમાં પણ થતો રહેશે. સરકારની વિકાસલક્ષી કેટલીક યોજનાઓ વિશે અમુક લોકોને ખબર ના હોઈ તો તે અંગેની જાગૃતિ ફેલાવવા અને પ્રજા માટે થયેલા વિકાસ કાર્યો જન જન સુધી પહોંચે તે માટે આ રથ યાત્રા ધમડાચી ગામમાં આવી પહોંચી છે.
વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રંજનબેન પટેલે આરોગ્યલક્ષી યોજનાની માહિતી આપી ઘરે ઘરે રસીકરણની કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓની કામગીરીને બિરદાવી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લેવા માટે ગ્રામજનોને આહવાન કરી વલસાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રવીણભાઈ પટેલે જણાવ્યું કે, સરકારની યોજનાના લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યા છે જે માટે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અભિનંદનને પાત્ર છે. તેમ છતાં પણ છેવાડાનો એક પણ વ્યક્તિ સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે ખાસ જોજો.
રથયાત્રામાં એલઈડી સ્ક્રીન પર ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ખેતીવાડીના 4 અને ઘર વપરાશના 3 વીજ જોડાણ લાભાર્થીઓને અપાયા હતાં. સખી મંડળને સહાયનો ચેક અને ખેડૂતોને તાડપત્રી અને ખેતીવાડીના ઓજાર માટેના મંજૂરી પત્રો અપાયા હતા. પ્રાથમિક શાળામાં વિવિધ કક્ષામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું હતું.
આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અશિષભાઈ ગોહિલ, ધમડાચી ગામના સરપંચ અમિષાબેન પટેલ અને ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં ‘આનંદ મેળા’નું આયોજન થયું

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

પારડી શહેરમાં જીવદયા અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ

vartmanpravah

સેલવાસ ડોકમરડી ખાડી-દમણગંગા નદીમાં જળકુંભીનું વધેલું પ્રમાણ

vartmanpravah

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah

Leave a Comment